ઇક્વિટીમાં ટ્રેડ શરૂ કરનારાઓની માર્ગદર્શિકાઃ સફળ રોકાણ માટેના સુચનો અને યુક્તિઓ
પ્રારંભકર્તાઓ માટે ટ્રેડિંગ એ આકર્ષક અને લોભામણું સાહસ હોઇ શકે છે. આમ છતાં ટ્રેડિંગની દુનિયામા કૂદકો મારવાનો વિચાર અસાધારણ અને ડરાવનારો પણ હોઇશકે છે. શરૂ કરનારાઓ ક્યાંથી શરૂ કરવું અને માર્કેટના ચડાવ અને ઉતારને કેવી રીતે ખાળવા તે માટે પોતાની જાતને અટકળવિહીન માની શકે છે. પરંતુ ગભરાશો નહી, યોગ્ય વિચારધારા અને અભિગમ સાથે કોઇ પણ પોતાની ટ્રેડિંગ યાત્રા આત્મવિશ્વાસ સાથે શરૂ કરી શકે છે.
દિમાગમાં એક અગત્યની ચીજ એ રાખવાની છે કે સામાન્ય રીતે ઝડપી લાભ કરવાનો પ્રયત્ન કરવાને બદલે લાંબા ગાળા સુધી રોકાણ કરવાનું સામાન્ય રીતે વધુ સારુ હોય છે. તેથી માર્કેટની અસ્થિરતા સામે તમારા રોકાણને ઓછુ કરવા માટે તમારા રોકાણ પોર્ટફોલિયોને વૈવિધ્યકૃત્ત કરવાની ખાતરી રાખો. જંક કાઉન્ટર્સ (અસાધારણ વધઘટ ધરાવતા શેરો) કે સારો સોદો હોય તેવું દર્શાવતા હોય તેના બદલે ગુણવત્તાયુક્ત શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અન્ય મહત્ત્વનું સુચન છે. ફક્ત સંભવિત ઊંચા રિટર્નની પાછળ ભાગવા કરતા જે તે રોકાણમાં સામેલ જોખમોનો નોંધ કરવી આવશ્યક છે. ટોળાશાહી માનસિકતામાં ઝકડાશો નહી અને હંમેશા ઓવરબોટ કાઉન્ટરમાં રોકાણ કરતા પહેલા રિસ્ક-રિવોર્ડની ગણતરી કરો. તેથી તમારુ પોતાનું સંશોધન કરવું અને સુમાહિતગાર પસંદગીઓ કરવી અગત્યની છે. તેની સાથે નિયમિત રોકાણ અને શિસ્તબદ્ધ રીતે અને સતત તમારા રોકાણો પર દેખરેખ રાખવી જેથી તે ધારણા અનુસાર પર્ફોમ કરે છે તેની ખાતરી રાખી શકાય. અને જ્યારે તમે રોકાણન લક્ષ્યાંક નક્કી કરો ત્યારે ખાતરી કરો કે તમે એક વખત લક્ષ્યાંક સુધી પહોંચી જાઓ પછી બહાર નીકળી જવા માટે તૈયાર છો. તેમજ લાગણીયુક્ત આવેગથી બદલાવાળું ટ્રેડિંગ કે નુકસાન સરભર કરવાનો પ્રયત્ન એક ફસામણી છે જેનાથી જે તે વ્યક્તિએ દૂર રહેવુ જોઇએ. અંતે, ફક્ત એક જ કાઉન્ટર કે ક્ષેત્રમાં વધુ પડતો ટ્રેડ કરશો કરશો નહી અને ઝડપી ધનવાન થવાની સ્કીમ તરીકે ઇક્વિટીને જોશો નહી. જો તમે પ્રારંભકર્તા છો, ટ્રેડિંગ યાત્રાનો પ્રારંભ કરો છો તો અહીં શેર ભલામણોની યાદી આપેલી છે અને તેમાં શા માટે રોકાણ કરવું જોઇએ તે પણ આપેલ છે:
એક્સિસ બેન્ક: એક્સિસ બેનક બેન્કિંગ ક્ષેત્રે તરફેણકારી રોકાણ વિકલ્પ છે.
● લાઇફટાઇમ હાઇથી આશરે 15%નો ઘટાડો
● દૈનિક ચાર્ટમાં 200 એસએમએ (સિમ્પલ મુવીંગ એવરેજ)ની નજીક ચાલી રહ્યો છે, જે નજીકમાં મજબૂત સપોર્ટનો સંકેત આપે છે
● સાપ્તાહિક ચાર્ટમાં તે ફૂટવાની અંતિમ રેખા સુધી આવી ગયો છે, જેને 800-810ના ઓડ ઝોનમાં મુકવામાં આવ્યો છે
● તે 950-970ના બ્રેકેટ સુધી પહોંચવાની ધારણા છે
● આ શેર લેવાની સારી તક રિલાયંસ: માંધાતા કંપની રિલાયંસ, અનેક અગ્રણી હેવીવેઇટ્સમાંની એક છે
● લાઇફટાઇમ હાઇથી આશરે 20%ના તીવ્ર ઘટાડામાંથી પસાર થયો છે
● હાલામં તેની માર્કેટ વેલ્યુ આશરે 2200 છે
● તે તુલનાત્મક સમયગાળામાં ઉપરમાં 2450થી 2600 સુધી જાય તેવી ધારણા છે
● તાજેતરનો ઘટાડો એ શેરમાં રોકામ કરવાની તક આપે છે કેમ કે તે ફંડામેન્ટલી સુરક્ષિત કંપની છે અને સારુ પ્રદર્શન કરે તેવી શક્યતા છે.
સનફાર્મા: સનફાર્મા સમગ્ર સમયગાળામાં ઊંચા હાઇ અને ઊંચા લો (નીચી સપાટી)ની સાયકલમાં છે અને તે ફાર્મા ક્ષેત્રે ટોચનો પર્ફોર્મર છે.
● કરેક્શન તેને દૈનિક ચાર્ટ પર 200 SMA પર લઈ ગયું, જે તેને રિસ્ક-રિવોર્ડના દૃષ્ટિકોણથી મજબૂત દાવેદાર બનાવે છે
● તે 980-960 ઝોનમાં છે અને સંભવિતપણે 1050-1070 ઝોન સુધી પહોંચશે
● તુલનાત્મક સમયમર્યાદામાં તેના લાઇફટાઇમ ઉચ્ચ ઝોનમાંથી બહાર નીકળવા માટે તૈયાર છે
● મધ્યમ-ગાળાના રોકાણના લક્ષ્ય માટે સ્ટોક ખરીદવા માંગતા લોકો માટે આ સ્ટોક ખરીદવાની કરવાની તક LT: LT પાસે તમામ સમયની ફ્રેમ પર ઊંચા હાઇ અને ઊંચા લોનું મજબૂત ટેકનિકલ માળખું છે.
● હાલમાં, તે દૈનિક ચાર્ટ પર તેના EMA ના ક્લસ્ટરની નજીક ફરે છે, જે હકારાત્મક સૂચક છે
● અત્યારે 2100-2000 ની વચ્ચે છે અને નજીકના ગાળામાં 2400-2500ના ઝોન સુધી પહોંચવાની અપેક્ષા છે
● જો 2000 સબઝોન તરફ ટૂંકા ગાળામાં તબદિલ થાય તો પણ, તે મધ્યમથી લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં સ્ટોક ખરીદવાની તક છે.
TECHM: IT પેકમાંથી TECHM એક વર્ષથી વધુ સમયથી દબાણ હેઠળ છે.
● તેના લાઇફટાઇમ હાઇ સ્તરથી લગભગ 40% ઘટ્યો છે
● તે 1050-1040 ઝોનમાં છે અને તેની ટાર્ગેટેડ કિંમત 1300-1325 ની વચ્ચે છે
● તે 200 SMA ની ઉપર ફરે છે, જે અનુકૂળ સૂચક છે
● છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં વેચવાલી સ્થગિત થઇ છે
● 1000-સબ ઝોન તરફ કોઈપણ ઘટાડો એ ટૂંકાથી મધ્યમ ગાળાના પરિપ્રેક્ષ્યમાં સ્ટોક એકઠા કરવાની તક હોઈ શકે છે
નિષ્કર્ષ:
વેપાર એ એક વ્યક્તિગત પ્રવાસ છે જેમાં સતત સ્વ-પ્રતિબિંબ અને અનુકૂલન જરૂરી છે. તેથી, વિવિધ વ્યૂહરચનાઓ સાથે પ્રયોગ કરવામાં ડરશો નહીં અને પ્રમાણિત અને અનુભવી વેપારીઓની સલાહ લો. વેપારમાં નિપુણતા માટે ધીરજ, શિસ્ત અને સફળતા અને નિષ્ફળતા બંનેમાંથી શીખવાની ઈચ્છા જરૂરી છે. સફળ વેપારી બનવા માટે તમારી યોગ્ય મહેનત કરવી, બજારના સમાચારોથી વાકેફ રહેવું અને તમારી જોખમ પચાવવાની વાસ્તવિક સમજ જાળવી રાખવી હંમેશા મહત્વપૂર્ણ છે.
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.