વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને માં નર્મદા રેવાના તીરે વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ રેલી યોજાઈ
સ્થાનિક આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતા આદિવાસી નૃત્ય અને ઢોલના તાલે પદયાત્રા જંગલ સફારી પાર્કના માર્ગે આગળ વધી સરદાર સરોવર ડેમના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે સંપન્ન : ઉત્સાહ ઉમંગ સાથે નાગરિકો અને કર્મચારીઓ જોડાયા.
રાજપીપલા : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં ૨૩ આઈકોનિક સ્થળોની પસંદગી કરી પદયાત્રા યોજવાનું નક્કી કરાયું હતું. વિકાસ સપ્તાહના અંતિમ તબક્કામાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારના સાનિધ્યમાં પવિત્ર નદી માં નર્મદા રેવાના તીરે તા. ૧૫મી ઓક્ટોબર, મંગળવારે સવારે સુપ્રભાત વિકાસ પદયાત્રા યોજાઈ હતી. જેમાં આસપાસના ગ્રામજનો, નાગરિકો, વિવિધ વિભાગના કર્મચારીઓ મળી અંદાજે ચાર હજાર જેટલા લોકો જોડાયા હતા.
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બસ-બે (એકતા પરેડ ગ્રાઉડ) ખાતેથી પ્રારંભાયેલી વિકાસ પદયાત્રાને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહભાઈ તડવી, નાંદોદના ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખ અને જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી, SoUના એડિશનલ કલેક્ટર સર્વશ્રી ગોપાલ બામણીયા અને શ્રી નારાયણ માધુ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ લીલી
ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સ્થાનિક આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતા આદિવાસી નૃત્ય પરંપરાગત વેશભૂષામાં ઢોલના તાલે પદયાત્રા જંગલ સફારી પાર્કના માર્ગે આગળ વધી સરદાર સરોવર નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે સંપન્ન થઈ હતી.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી