નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
નર્મદા નદી કિનારાના ગામોમાં સર્જાયેલી પુરની સ્થિતિ વચ્ચે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ બજાવેલી ફરજ, ત્વરિત કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટરશ્રી.
રાજપીપલા : નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આજે તા.૨૧મી સપ્ટેમ્બર,૨૦૨૩ના રોજ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંહભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જિલ્લામાં નર્મદા નદી કિનારાના ગામોમાં સર્જાયેલી પુરની સ્થિતિ વચ્ચે જિલ્લાના વિવિધ અમલીકરણ વિભાગના તમામ અધિકારીશ્રીઓએ બજાવેલી ફરજ, ત્વરિત કામગીરી અને રાત-દિવસ સતત કામગીરીના પગલે અસરગ્રસ્ત વિસ્તારનું જનજીવન ખૂબજ ટૂંકા ગાળામાં પૂર્વવત્ત કરવા બદલ જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને તેમની સફળ કામગીરી બદલ અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આવી પરિસ્થિતિમાં ખડેપગે રહીને પોતાની ફરજ બજાવવા આહવાન કર્યું હતું.
જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લાના નાગરિકોના જનહિતના વિકાસ કાર્યોને અગ્રતા આપી નિયત સમયમર્યાદામાં બાકી રહેલા કામો પૂર્ણ કરવા તથા જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા લોકપ્રશ્નોનું અગ્રીમતાના ધોરણે ત્વરિતપણે નિરાકરણ લાવવા અંગે ઉપસ્થિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ તાકિદ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયાએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને, સરકારશ્રીની જનહિતકારી યોજનાઓનો યોગ્ય અને ઝડપી અમલ થાય તે માટે બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. વધુમાં લોકો તરફથી મળતા પ્રશ્નોનો સમયમર્યાદામાં સંવેદના સાથે નિકાલ કરવા પણ સૂચના આપી હતી.
જિલ્લા સંકલન બાદ જિલ્લાની કાયદો, વ્યવસ્થા અને રોડ સેફ્ટી અંગેની પણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક સર્વ શ્રી નીરજકુમાર, શ્રી અગ્નેશ્વર વ્યાસ અને શ્રી મિતેશ પટેલ, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, આસિસ્ટન્ટ કલેકટર સુશ્રી પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી અને શ્રી આનંદ ઉકાણી, નાયબ કલેક્ટર સુશ્રી જીજ્ઞા દલાલ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.