આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તારાપુર ખાતે ખાતે કિશોરી મેળો યોજાયો
“સશક્ત દિકરી, સુપોષિત ગુજરાત” થીમ હેઠળ સોજિત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઇ પટેલની અધ્યક્ષતામાં આણંદ જિલ્લા મહિલા અને બાળ વિકાસની કચેરી તથા ICDS,આણંદ દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તારાપુર તાલુકામાં આવેલ તારાપુર સાર્વજનિક મંડળ હાઇસ્કુલ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું.
“સશક્ત દિકરી, સુપોષિત ગુજરાત” થીમ હેઠળ સોજિત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઇ પટેલની અધ્યક્ષતામાં આણંદ જિલ્લા મહિલા અને બાળ વિકાસની કચેરી તથા આઈ.સી.ડી.એસ.,આણંદ દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તારાપુર તાલુકામાં આવેલ તારાપુર સાર્વજનિક મંડળ હાઇસ્કુલ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલે ઉપસ્થિત કિશોરીઓને શિક્ષિત અને સક્ષમ બનીને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે પ્રોત્સાહિત કરી હતી.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી અને મહિલા અને બાળ અધિકારીશ્રી ફરજાનાબાનુ ખાન દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના, કાયદાકીય જોગવાઇઓ તથા મહિલા અને બાળ વિકાસ કચેરીની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી કિઓશોરીઓને માહિતગાર કરી હતી. આઇ.સી.ડી.એસ.ના સી.ડી.પી.ઓ.શ્રી દ્વારા કિશોરી મેળા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી તેમજ તેઓએ આઈ.સી.ડી.એસ. અને આરોગ્ય શાખા દ્વારા ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ તકે પૂર્ણા કન્સલટન્ટ નિધિબેને પણ પૂર્ણા યોજના વિશે વિગતવાર જાણકારી આપીને કિશોરીઓને માહિતગાર કરી હતી.
નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સન નિપાબેન પટેલે કિશોરીઓને પોષણયુક્ત આહાર લેવા તથા પુર્ણા યોજના હેઠળ મળતા વિવિધ પુર્ણા શક્તિ પેકેટ તેમજ મિલેટસને આહાર તરીકે મેળવવા માટે વિવિધ વાનગીઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમજ જિલ્લાના શિક્ષણ કચેરી, શ્રમ અને રોજગાર, સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગૃહ વિભાગ, શી ટીમ સહિતના વિવિધ સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવેલ યોજનાદીઠ માર્ગદર્શક સ્ટોલના માધ્યમથી વિવિધ આઈ.ઈ.સી દ્વારા ઉપસ્થિત કિશોરીઓને વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવેલ કિશોરીઓનું હાઈજિન કીટ, બેગ તથા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય શાખા દ્વારા કિશોરીઓના હિમોગ્લોબીન, એનિમિયાની તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા સિગ્નેચર કેમ્પઈન હેઠળ પ્રતિજ્ઞા લઈ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં તારાપુર તાલુકા મામલતદારશ્રી એ.કે.ગજ્જર, તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.આર.ઘાસુરા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રેમિલાબેન, જિલ્લા પંચાયત સભ્યશ્રી અરવિંદભાઈ પરમાર, અગ્રણી સર્વશ્રી પ્રવીણભાઈ વાઘેલા, ધર્મેન્દ્રભાઈ પટેલ, વિજયભાઈ ભરવાડ, ભાવનાબેન, રેશમાબેન પારેખ, તારાપુર સાર્વજનિક મંડળ હાઈસ્કુલના શ્રી કેળવણી મંડળના પ્રમુખશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીશ્રી દિનેશભાઈ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આઈ.સી.ડી.એસ., આણંદ અને વિવિધ સરકારી વિભાગોના અધિકારી-કર્મચારીઓ તથા તારાપુર સાર્વજનિક હાઈસ્કુલના આચાર્યશ્રી પરેશભાઈ સેવક તેમજ શાળાનો સંપૂર્ણ સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં કિશોરીઓ- વિધ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.