ગીર સોમનાથમાં 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને સોમનાથ બીચ ખાતે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો
નવા સર્કિટ હાઉસ સામે સોમનાથ બીચની સામૂહિક સફાઈ કરી એકત્રિત કરાયો આશરે ૧૦ ટન કરતા વધુ કચરો, નકામા ટાયર, ઝબલાઓ, કપડાના ટૂકડાઓ, પ્લાસ્ટિકની ખાલી બોટલો સહિતના કચરાનો વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવશે નિકાલ.
સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર ૨૦૨૩ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ "એક તારીખ એક કલાક" સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબહેન કાનાભાઈ મૂછારના અધ્યક્ષસ્થાને નવા સર્કિટ હાઉસ સામે સોમનાથ બીચ ખાતે ૧૦.૦૦ કલાકથી મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે ઉપસ્થિત તમામ લોકોએ મહાશ્રમદાનમાં ભાગીદારી નોંધાવી અને સોમનાથ બીચની સામૂહિક સફાઈ કરી પ્લાસ્ટિક વેસ્ટ, નકામા ટાયર, ઝબલાઓ, કપડાના ટૂકડાઓ, પ્લાસ્ટિકની ખાલી બોટલો, કાચની નકામી બોટલ સહિતનો કચરો એકત્રિત કર્યો હતો. ચીફ ઓફિસરશ્રી ચેતન ડુડિયાએ જણાવ્યું હતું કે મહાશ્રમદાન અભિયાન હેઠળ આશરે ૧૦ ટન કરતા વધુ કચરો એકત્રિત કરાયો હતો જેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.
શ્રમદાનના આ મહાઅભિયાનમાં ઈન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલેએ જણાવ્યું હતું કે, સોમનાથ બીચ સહિત મહાશ્રમદાન થકી 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' અને 'ઝીરો વેસ્ટ'ને પ્રોત્સાહન મળે તે પ્રકારના ઉમદા ધ્યેય સાથે સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે મહત્તમ લોકભાગીદારી જોવા મળી છે. આ જ રીતે પોતાનું ઘર અને આંગણું સહિત ગામ અને શહેરને પણ સ્વચ્છ રાખી 'આપણું શહેર, સ્વચ્છ શહેર' બનાવવા અને સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી.
આ અભિયાનમા શ્રમદાન કરી બીચને સ્વચ્છ બનાવવા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પલ્લવીબહેન જયદેવભાઈ જાની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી દર્શનાબહેન ભગલાણી, પ્રાંત અધિકારી શ્રી કે.વી.બાટી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પલ્લવીબહેન બારૈયા સહિત જિલ્લા વહીવટીતંત્રના કર્મચારીશ્રીઓ, અગ્રણી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહભાઈ પરમાર સહિત જનપ્રતિનિધિશ્રીઓ, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા, પોલીસતંત્રના કર્મચારીશ્રીઓ, આરોગ્યવિભાગ તેમજ સફાઈ કામદારશ્રીઓ, સંસ્કૃત યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સહિત આસપાસના વિસ્તારના રહેવાસીઓની પણ બહોળા પ્રમાણમાં સહભાગીદારી રહી હતી.
"નર્મદાના પીપલોદ ગામમાં ભત્રીજા મહેશ વસાવાએ કાકી રમીલાબેનની બિભત્સ માંગણી ન સ્વીકારવા પર ગળું દબાવી હત્યા કરી. આ ચોંકાવનારી ઘટનાની સંપૂર્ણ વિગતો, પોલીસ તપાસ અને સમાજ પરની અસર વાંચો."
"રાજકોટમાં 15 વર્ષથી નકલી ડોક્ટર હરેશ મારૂએ બોગસ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી. એસઓજી પોલીસની ધરપકડથી ખળભળાટ. વાંચો સંપૂર્ણ ઘટનાની વિગતો."
"ગુજરાતના જૂનાગઢમાં નકલી નોટ છાપનાર ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા. રાજકોટની આંગડિયા પેઢીમાંથી 12 નકલી નોટો મળી, જેની તપાસમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ બરામદ થયા. જાણો આ ગુનાની સંપૂર્ણ વિગતો."