જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી.
ગીર સોમનાથ : જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે લેવાના થતા પગલાઓ તેમજ બ્લેકસ્પોટ, રોડ પર લાઈટ વગેરે વિશે મહત્વના વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
કલેક્ટરશ્રીએ રોડ સેફ્ટી સંલગ્ન તમામ વિભાગોની કામગીરી સમીક્ષા કરી હતી તેમજ માર્ગ અકસ્માતનાં સ્થળોની તપાસણી, બ્લેક સ્પોટ્સ અન્વયે અકસ્માત ઘટાડવા માટેના પગલા, ભયજનક ડ્રાઈવિંગ, નમસ્તે સર્કલ પાસે વેરાવળ અંદર પ્રવેશતા આવતા અડચણો, નડતરરૂપ બોર્ડ દૂર કરવા તેમજ રેડિયમ રિફ્લેક્ટર વગેરે અંગે કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિત આર.ટી.ઓ, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરીટી, વગેરે વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે નાગરિકોની સંલગ્નતા વધારવા અને શાસનમાં સુધારો કરવાના હેતુથી એક નવી પહેલ છે.
ઉંચા તાપમાન અને ભેજને કારણે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતમાં વિઝિબિલિટી નબળી રહી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં પણ અનુભવાયો હતો
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (S.T.) કોર્પોરેશને, રાજ્ય સરકારના સહયોગથી, 29 ડિસેમ્બર, રવિવારના રોજ કંડક્ટરની પરીક્ષામાં બેસનાર ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.