ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો
ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ, અર્જુન ટાવર ઘાટલોડિયા દ્વારા શહેરના ફૂટપાથો ઉપર વસતા, બ્રિજ નીચે અને ખુલ્લા મેદાનમાં સુઇ જતા શ્રમિકોના પરિવારોને 1000 જેટલા ગરમ ધાબળા, કપડાં તેમજ બિસ્કિટ,ચોકલેટ-વેફરના પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ : ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ, અર્જુન ટાવર ઘાટલોડિયા દ્વારા શહેરના ફૂટપાથો ઉપર વસતા, બ્રિજ નીચે અને ખુલ્લા મેદાનમાં સુઇ જતા શ્રમિકોના પરિવારોને 1000 જેટલા ગરમ ધાબળા, કપડાં તેમજ બિસ્કિટ,ચોકલેટ-વેફરના પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી વિક્રમ પટેલે જણાવ્યું હતું કે ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ દ્વારા શહેરમાં આવેલા બોપલ, એસ.પી.રીગ રોડ, એસ.જી. હાઈવે, નારણપુરા, જોધપુર ઘાટલોડિયા, વાસણા તેમજ અમદાવાદ પૂર્વના અમરાઈવાડી, ખોખરા, નિકોલ જેવા વિસ્તારોમાં આવેલા ફૂટપાથો ઉપર વસતા, બ્રિજ નીચે અને ખુલ્લા મેદાનમાં પોતાનું જીવનનિર્વાહ કરતાં શ્રમિક પરિવારોને 1000 જેટલા ગરમ ધાબળા, કપડાં, બૂટ-ચંપલ તેમજ બિસ્કિટ, ચોકલેટ, વેફરના પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વિતરણ માટે ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટને આર્થિક સહયોગ આપવા બદલ શ્રી અંબાલાલ પટેલ - આશિષ પટેલ(અવની જ્યોતિ ફાઉન્ડેશન), દિનેશ ગુપ્તા, હર્ષદ શાહ, કમલેશ પટેલ, હરેશ પટેલ, ચંદ્રિકા ત્રિવેદી, મનીષ સોની, પ્રીતિ પટેલ, અરવિંદ રોહિત, અશોક રાવલ, દિનેશ દેસાઈ, પાર્થિવ પટેલ, ડો શશીન શાહ અને પીયૂષ મોદીનો સંસ્થા આભાર માને છે. ધાબળા વિતરણમાં પ્રેમલ પારેખ, મહેશ પારેખ, વિશ્વ પટેલ, કપિલ કોષ્ટી, મહેશ પરમાર વૈભવ પટેલ, મિત પટેલ, અક્ષત પટેલ અને ધ્રુવ પટેલ દ્વારા સેવા આપવામાં આવી હતી.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.