આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
સ્તન તથા ગર્ભાશય કેન્સરની વિકરતી જતી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં
મોટી સંખ્યામાં બહેનોનું ચેકઅપ કરવામાં આવ્યું અને જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સ્તન કેન્સર જાગૃતિ માસ – ઓક્ટોબર ૨૦૨૩ નિમિતે સેંટ મેરી’ઝ નર્સિંગ હોમ, ગોમતીપુર, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા, ડૉ. કલ્પનાબેન પુરોહિત, સિસ્ટર સિલ્વીયા હેડ ઇન્ચાર્જ, સેંટ મેરી’ઝ નર્સિંગ હોમના સયુંકત સહયોગથી લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ કિન્નરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ સાથે જાગૃતિ કાર્યક્રમ તથા ગર્ભાશય કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડૉ. કલ્પનાબેન પુરોહિતે ગર્ભાશય કેન્સર જાગૃતિ વિષે ખુબ જ સુંદર માહિતી આપી હતી.
સ્તન તથા ગર્ભાશય કેન્સરની વિકરતી જતી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં
મોટી સંખ્યામાં બહેનોનું ચેકઅપ કરવામાં આવ્યું અને જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી આર એસ પટેલ સાહેબનો શુભેચ્છા સંદેશ પાઠવી સૌને સેવા ના ભગીરથ કાર્યમાં સહભાગી થવા
આહવાન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓનું વિનામૂલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ કરવામાં આવ્યું. જે અન્વયે બહેનોને મેમોગ્રાફી-સોનોગ્રાફી
ચેક-અપ માટે સંસ્થામાં બોલાવવામાં આવશે.
સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ
તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ
બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના
તમે અધિકારી બની શકો છો.
દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ અંગે પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી છે, જેમાં છેતરપિંડીના બિલિંગ સાથે સંકળાયેલા સંભવિત કૌભાંડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ગુજરાતમાં નકલી અધિકારીઓ પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસમાં, અમદાવાદ પોલીસે મેહુલ શાહની ધરપકડ કરી છે, જે એક IAS અધિકારી હોવાનો આરોપ છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,