આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર એસ પટેલ સાહેબનો શુભેચ્છા સંદેશ પાઠવી સૌને સેવાના ભગીરથ કાર્યમાં સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું હતું.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૫ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા, શ્રીમતી મોનાબેન પટેલ, શ્રી જીગરભાઈ પટેલના સયુંકત સહયોગથી સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના GIPCL ટાઉનશિપ ખાતે ઉર્જા સ્પોર્ટ્સ એન્ડ રીક્રીએશન ક્લબ દ્વારા લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ કિન્નરી ભટ્ટ, કો-ઓર્ડીનેટર અર્ચના સોમાણી, ક્રીનલ બપોદરીયા તથા ટીમ દ્વારા સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમ નું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું
સ્તન કેન્સરની વિકરતી જતી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે GIPCL ટાઉનશિપના તેજલબેન, ચેતનાબેન, તૃપ્તિબેન, હેતલબેન, પૂજાબેન તથા તેમની ટીમે ભારે મહેનત કરી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો નું ચેકઅપ કરવામાં આવ્યું અને જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી આર એસ પટેલ સાહેબનો શુભેચ્છા સંદેશ પાઠવી સૌને સેવા ના ભગીરથ કાર્યમાં સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું હતું.
લાભાર્થીઓનું વિનામૂલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ કરવામાં આવ્યું. જે અન્વયે બહેનોને મેમોગ્રાફી-સોનોગ્રાફી ચેક-અપ માટે છાંયડો, સુરતમાં બોલાવવામાં આવશે. સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.
દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.