આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબનું વિતરણ કરવામાં આવ્યું.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૧. ઓક્ટોમ્બર,૨૦૨૩ ના રોજ મેલ્કોનસેફટી પ્રાઇવેટલીમીટેડ ,અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા તથા શ્રી જયંતભાઈ નારાયણ ના સહયોગથી લાભાર્થીઓ માટે કોર્ડીનેટર અર્ચના સોમાણી તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો
આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે.
ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે સેનીટાઈઝર ટ્યુબ નું વિતરણ કરવામાં આવ્યું.
ગુજરાતમાં ઘાતક ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે.
સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં આવેલી AM/NS ઈન્ડિયા કંપનીમાં વર્ષના અંતિમ દિવસે એક દુ:ખદ આગની ઘટના બની.
નવા વર્ષના તહેવારો પૂર્વે, અમદાવાદની ઇસનપુર પોલીસે ગેરકાયદેસર વેચાણના સંબંધમાં બે વ્યક્તિઓની ધરપકડ કરીને, માદક દ્રવ્યોના ઇન્જેક્શનનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.