આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સખી જ્યોત સંગઠન (યુનિટ ૨) ભીમજીપુરા, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડાયરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા, પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીમતિ રંજનબેન રાવત, પ્રોજેક્ટ મેનેજર શ્રીમતી પારસબેન પટેલ - સખી જ્યોત સંગઠનના સહયોગથી લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રીમતી કિન્નરીબેન ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો
આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.
સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.
દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનનો પુનરોચ્ચાર કર્યો
ગુજરાતના કચ્છ જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને 38 લોકો ઘાયલ થયા હતા. ભૂજ નજીક કેરા-મુન્દ્રા રોડ પર આ ભયાનક ટક્કર થઈ હતી