નર્મદામાં લગ્નની લાલચે ૧૭ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવાન સામે ગુનો દાખલ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં એક ગામની સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે, નાંદોદ તાલુકાના એક ગામમાં રહેતી શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરાને નાંદોદ તાલુકા તાલુકાના વાવડી ગામના પ્રકાશભાઈ કોઈજીભાઈ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા, તે સમયે આરોપી યુવાને સગીરાને હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી તેનું શારીરિક શોષણ પણ કર્યું હતું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં એક ગામની સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે, નાંદોદ તાલુકાના એક ગામમાં રહેતી શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરાને નાંદોદ તાલુકા તાલુકાના વાવડી ગામના પ્રકાશભાઈ કોઈજીભાઈ વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા, તે સમયે આરોપી યુવાને સગીરાને હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી તેનું શારીરિક શોષણ પણ કર્યું હતું.
જોકે તારીખ 09/08/2023 ના રોજ બપોરના સમયે મળવા બોલાવી સગીરાને હાથ પકડી વાવડી ગામના ખેતરમાં ખેંચી જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સંબંધોના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી જેની શારીરિક તપાસ માટે હોસ્પિટલ માં લઈ જવામાં આવી ત્યારે ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. રાજપીપળા ટાઉન પોલીસે આરોપી યુવાન પ્રકાશ કોયજી વસાવા રહે. વાવડી, સડક ફળિયા, તાલુકો નાંદોદ, જી. નર્મદા ની સામે પોકસો એક્ટ અને બળાત્કાર નો ગુનો દાખલ કર્યો છે.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.