જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કોસ્ટલ સિકયોરિટી સમિક્ષા બેઠક યોજાઇ
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કોસ્ટલ સિકયોરિટી અંગે સમિક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ ફિશરીઝ, પોલીસ, કોસ્ટગાર્ડ સહિત સંબંધિ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન થકી સુદ્રઢ રીતે કામગીરી કરવા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.
કોસ્ટલ લાઈન ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં દરિયા કાંઠાની સુરક્ષા સંદર્ભમાં કલેક્ટરશ્રીએ કોસ્ટલ સિક્યોરિટી, રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ સાથે બોટનું ચેકીંગ કરવા, ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ, કોસ્ટગાર્ડ દ્વારા નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતા પકડાયેલી બોટનું રિવ્યૂ, ડ્રેજિંગ સહિત સમસ્યાઓ વિશે વિસ્તૃતમાં સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શિત કર્યાં હતાં.
જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજાએ માછીમારી બોટોની સુરક્ષા ચકાસણી, સુરક્ષા ચકાસણી દરમિયાન ધ્યાને આવેલી બાબતો, વિવિધ ટેક્નિકલ વિભાગ સાથે મળીને ચેકીંગ કરવા તથા બોટ રજિસ્ટ્રેશન, નાઈટ ફિશિંગ, લાઈન ફિશિંગ વગેરે મુદ્દાઓ પરત્વે વિસ્તૃત ચર્ચાઓ કરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિત કોસ્ટગાર્ડ, ફિશરીઝ, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ સહિત સંબંધિત વિભાગોના શીર્ષ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે નાગરિકોની સંલગ્નતા વધારવા અને શાસનમાં સુધારો કરવાના હેતુથી એક નવી પહેલ છે.
ઉંચા તાપમાન અને ભેજને કારણે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતમાં વિઝિબિલિટી નબળી રહી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં પણ અનુભવાયો હતો
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (S.T.) કોર્પોરેશને, રાજ્ય સરકારના સહયોગથી, 29 ડિસેમ્બર, રવિવારના રોજ કંડક્ટરની પરીક્ષામાં બેસનાર ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.