આ યુગલે કર્યો ચમત્કાર ! રૂમમાં માટી વિના રોપ ઉછેરી કરી કાશ્મીરી કેસરની ખેતી
એરોપોનિક્સ પદ્ધતિથી વૈભવ અને આસ્થા પટેલે નાના રૂમમાં કાશ્મીર જેવું વાતાવરણ બનાવી કેસર વાવ્યું. ઘરમાં એક નાના રૂમમાં ૨૦૪૦ બીજ વાવી માત્ર ચાર માસમાં જ યુગલને મળ્યો કેસરનો પ્રથમ પાક.
વડોદરા: સામાન્ય રીતે કાશ્મીરમાં જ ઉગતા કેસરની ખેતી વડોદરા શહેરમાં ઘરના એક કમરામાં અને તે પણ એરોપોનિક્સ પદ્ધતિથી કરવામાં એક યુગલે સફળતા મેળવી છે. શહેરના સુભાનપૂરા વિસ્તારમાં રહેતા વૈભવ અને આસ્થાએ પોતાના ઘરના ૧૦ બાય ૧૦ના રૂમમાં કેસરની ખેતી કરી ચમત્કાર કર્યો છે.
દુનિયામાં જેની સૌથી વધુ માંગ રહે છે, એવા કેસરની ખેતી સામાન્ય રીતે કાશ્મીરમાં થાય છે. ત્યાંનું કુદરતી વાતાવરણ અને આબોહવા કેસરની ખેતી માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તે વિસ્તારમાં વધુ થાય છે. પણ હવે આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી કાશ્મીર બહાર પણ કેસરની ખેતી કરવાના સફળ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. જેમાં વડોદરાના એક યુગલે આવો એક પ્રયોગ હાથ ધરી કાશ્મીરી કેસરની સફળ ખેતી પોતાના ઘરમાં કરી બતાવી છે.
પૂણેની સિમબાયોસિસ સંસ્થામાં બીબીએ થયેલા વૈભવ પટેલ આમ તો ટ્રેડર્સ, શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે, તેમના પત્નીએ આણંદની ઇરમામાંથી એમબીએની પદવી હાંસલ કરી ખાનગી સંસ્થામાં રિસર્ચ કાર્ય કરી રહ્યા છે. બન્નેને કૃષિમાં નવા પ્રયોગો કરવાનો શોખ છે.
આ યુગલે પોતાના ઘરમાં એક કમરામાં કાશ્મીરથી ૪૦૦ ગ્રામ બિયારણ ખરીદી કેસરના ૨૦૪૦ જેટલા પ્લાન્ટ વાવ્યા છે. આ પ્લાન્ટનું જતન એરોપોનિક્સ પદ્ધતિથી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં બીજને જરૂરી ભેજ સાથે સતત હવા આપીને ઉછેરવામાં આવે છે. એક વખત બીજમાંથી અંકુર નીકળ્યા બાદ તેને જરૂરી પોષક તત્વો હવાના માધ્યમથી આપવામાં આવે છે. તાપમાન, ભેજનું પ્રમાણ જાળવવા માટે ખાસ કાળજી રાખવી પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો માટી વિના ખેતી કરવામાં આવે છે. અલબત, આ યુગલે લણણી કર્યા બાદ છોડને જીવંત રાખવા માટે રોપને માટીમાં રોપ્યા છે.
કાશ્મીરી કેસરની ખેતીને જમ્મુ કાશ્મીરમાં જે હવામાનમાં કરવામાં આવે છે, તેવું માફકસરનું વાતાવરણ રૂમમાં યંત્રોથી મદદથી ઉભું કર્યું છે. પોતાની ૧૦ બાય ૧૦ની રૂમમાં પાંચ ડિગ્રી સેલ્સીયસથી ૨૫ ડિગ્રી સુધીનું તાપમાન આ કમરામાં જાળવવામાં આવે છે. આ માટે ચિલર મશીન, ભેજ સંતુલિત રાખવા માટે હ્યુમિડાઇફર, ઇન્સ્યુલેશનના મશીન ગોઠવ્યા છે. જેના કારણે આ રૂમમાં કાશ્મીર જેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.
એલજીએ 'કેરટેકર સીએમ' ટર્મ પર ભાવનાત્મક તકલીફનો દાવો કર્યો; આતિષીએ તેમના પર રાજકીય લાભ માટે વિવાદ ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે.
સ્પાડેક્સ મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવા માટે ISROએ ભારતને ચોથા દેશ તરીકે સ્થાન આપીને કેવી રીતે ઈતિહાસ રચ્યો તે શોધો.
પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર રાજનીતિ કરવા બદલ ભાજપે કોંગ્રેસની ટીકા કરી હતી. સરકારે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર દરમિયાન સ્મારક યોજનાઓની ખાતરી આપી હતી.