ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝે ડિજિટલ કેમ્પેન ફિલ્મ #AsYouWishIndia રજૂ કરી
ભારતનાં અગ્રણી બિઝનેસ મહાકાય જૂથ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝે ભારતના 76મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે ડિજિટલ કેમ્પેન ફિલ્મ #AsYouWishIndia રજૂ કરી હતી. આ કેમ્પેનનો હેતુ ભારતની ક્રાંતિની સાથે સાથે ગોદરેજ જૂથની નોંધપાત્ર યાત્રા રજૂ કરવાનો છે અને સલામતી, આશ્રય, અન્ન, નાણાકીય સહાય, વિશ્વાસ અને બીજું ઘણું બધું પૂરું પાડતી વૈવિધ્યસભર આવશ્યક પ્રોડક્ટસ દ્વારા કરોડો લોકોનાં જીવનને ઉન્નત બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
ભારતનાં અગ્રણી બિઝનેસ મહાકાય જૂથ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝે ભારતના 76મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે ડિજિટલ કેમ્પેન ફિલ્મ #AsYouWishIndia રજૂ કરી હતી. આ કેમ્પેનનો હેતુ ભારતની ક્રાંતિની સાથે સાથે ગોદરેજ જૂથની નોંધપાત્ર યાત્રા રજૂ કરવાનો છે અને સલામતી, આશ્રય, અન્ન, નાણાકીય સહાય, વિશ્વાસ અને બીજું ઘણું બધું પૂરું પાડતી વૈવિધ્યસભર આવશ્યક પ્રોડક્ટસ દ્વારા કરોડો લોકોનાં જીવનને ઉન્નત બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ બ્રાન્ડ અને કમ્યુનિકેશન્સ ટીમ અને ક્રિએટિવલેન્ડ એશિયાની સંકલ્પના દ્વારા નિર્મિત અને અમલી કરાયેલી આ ફિલ્મ વિવિધ બિઝનેસ વર્ટિકલ્સનાં એકીકરણ અને મજબૂત તથા સ્વનિર્ભર ભારતનાં નિર્માણની દિશામાં ગ્રૂપનાં સહિયારા વિઝનને પ્રદર્શિત કરે છે. #AsYouWishIndia કેમ્પેન દાયકાઓથી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પર વિશ્વાસ મૂકનાર અને પોતાના દૈનિક જીવનમાં ગોદરેજની પ્રોડક્ટ્સ સામેલ કરનાર કરોડો ગ્રાહકો પ્રત્યેની કાવ્યાત્મક પ્રસ્તુતિ છે.
YouTube Link: #AsYouWishIndia
આ કેમ્પેનના લોંચિંગ પ્રસંગે બોલતા ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ બ્રાન્ડ ઓફિસર તાન્યા દુબાશે જણાવ્યું હતું કે, “ભારત 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં અમે રાષ્ટ્રની અદભૂત યાત્રાનો હિસ્સો બનવા બદલ અને અમારી ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ દ્વારા દરેક ભારતીયનાં સશક્તિકરણ કરવા બદલ ગર્વ અનુભવીએ છીએ. અમારા સાથી નાગરિકોનાં જીવનમાં અર્થપૂર્ણ તફાવત લાવી રહ્યા છીએ ત્યારે #AsYouWishIndia કેમ્પેન દ્વારા દરેક ભારતીયનું સ્વપ્ન અને અપેક્ષા સાકાર કરવામાં અમારો સહયોગ કરવાનો પ્રયાસ છે.”
ક્રિએટિવલેન્ડ એશિયાના સહ-સ્થાપક અને ક્રિએટિવ વાઇસ ચેરમેન અનુ જોસેફે જણાવ્યું હતું કે, “ અમારી યાત્રામાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝે સતત કોઈ કાર્ય કર્યું હોય તો તે છે ભારતની ઇચ્છાઓ અને જરૂરિયાતોનો એક જવાબ-. #AsYouWishIndia. અને અમે માનીએ છીએ કે ભારતની અપેક્ષાઓને સાકાર કરવાની દિશામાં આ સુંદર યાત્રાન ઉજવણી કરવા 76મો સ્વતંત્રતા દિવસ
સંપૂર્ણ યોગ્ય પ્રસંગ છે.”
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનું #AsYouWishIndia કેમ્પેન ડિજિટલ અને સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર લાઇવ છે.
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.
રિઝર્વ બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે.