ઉપલેટાના કોલકી રોડ પર આવેલ વેણુ સિંચાઇ યોજનાની જર્જરિત પાણી ભરેલી ટાંકી ધળાકા ભેર તૂટી પડી
ઉપલેટાના કોલકી રોડ પાસે આવેલ વેણુ સિંચાઇની 6 લાખ લીટર ની પાણી ભરેલ ટાંકી તંત્ર ની બેદરકારીને લઈ તૂટી પડવાનો બનાવ સામે આવ્યો છે.
ઉપલેટાના કોલકી રોડ પાસે આવેલ વેણુ સિંચાઇની 6 લાખ લીટર ની પાણી ભરેલ ટાંકી તંત્રની બેદરકારીને લઈ તૂટી પડવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે પાણી થી ભરેલી ટાંકી તૂટી પડવાથી અચાનક પાણીનો મારો આવી પડતા સ્થાનિક લોકોમાં નાસભાગ થઈ હતી.
વેણુ સિંચાઇની આ પાણીની ટાંકી ઘણા સમયથી જર્જરિત હોય જેને લઈ સ્થાનિક લોકોએ પાણીની ટાંકી કોઈ જાનહાની ન થાય તેના પહેલા તોડી પાડવા નગરપાલિકા, મામલતદાર તેમજ જિલ્લા કલેકટરને લેખિતમાં અરજીઓ કરી હતી અને એકદમ તૂટી પડવાને આરે હોય જેને કારણે પાણી ન ભરવા પણ રજૂઆતો કરાઈ હતી.
પણ તંત્રની ઘોર બેદરકારીને કારણે એક પણ તંત્રના અધીકારીઓએ આ વિષય પર ધ્યાન ન આપતા છેલ્લે પાણી ભરેલી ટાંકી તૂટી પડવાની ઘટના સામે આવી હતી. જ્યારે આ ટાંકી તૂટી પડવાનો ધળાકા ભેર અવાજ આવતા સ્થાનિક લોકોમાં નાસભાસ થવા લાગી હતી જોકે કોઈ જાનહાની થવા પામી ન હોય સ્થાનિક લોકોમાં થોળી રાહત થવા પામી હતી પણ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈ નિર્ભય તંત્રએ ધ્યાન ન દોરતા આ બનાવ બનવા પામ્યાંનો રોષ ભભૂકી રહ્યો હતો અને હજુ પણ એક એવીજ બીજી ટાંકી પણ નજીકમાં હોય જે પણ તૂટી પડવાની બીકે લોકો તેને પણ કોઈ વધુ જાનહાની ન થાય તેના પહેલા હટાવા તંત્રને રજુઆત કરી હતી.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી