રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પોરબંદરમાં જિલ્લા કક્ષાનું ખેડૂત સંમેલન યોજાયું
રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પોરબંદર શહેરના બિરલા હોલ ખાતે જિલ્લા કક્ષાના ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આરએએફ ગ્લોબલ સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન જરાય પણ ઘટતું નથી. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતીમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતના નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, તેમ જણાવીને રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને તેમાં દેશી ગાયના ગોબર અને ગૌમુત્ર કેટલા ઉપયોગી છે તે અંગેની ઝીણવટભરી માહિતી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કર્યા હતા.
તેઓએ વધુમાં કહ્યું કે ,રાજ્યસભામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે આગામી પાંચ વર્ષ સુધી સરકાર ખૂબ જ ઝડપથી ઝેરમુક્ત ખેતીની દિશામાં કામ કરશે. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, આગામી સમયમાં ગ્લોબલ વોર્મિંગના પ્રભાવથી આપણે બચવું હોય તો પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ છે. જલ સંરક્ષણ અને ભૂમિની ફળદ્રુપતાને કેવી રીતે બચાવી શકાય તેની સમજ પણ તેઓએ આપી હતી. ધરતી આપણી માતા છે અને હજારો પેઢીથી દરેકનું પાલનપોષણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર કરે છે, ધરતીમાતા જીવનદાતા તરીકે સૌને અન્ન આપે છે. વનસ્પતિ અને જીવન જીવવા આપે છે, ત્યારે ધરતી મા ને કેમિકલયુક્ત ખેતીથી આપણે ઝેરીલી બનાવી દીધી હોવા અંગે આચાર્ય દેવવ્રતજીએ ચિંતા વ્યક્ત કરી હતી. પ્રાકૃતિક ખેતી જેણે અપનાવી છે તે ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રેરિત કરે અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ઈશ્વરીય કાર્ય કરે તે માટે તેમણે પ્રેરક વાત કરી હતી.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.