આણંદ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે.
આણંદ : રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે.
જે અન્વયે આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, આણંદ ખાતે જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેકટરશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના - માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ થયેલ ૧૬ પ્રશ્નોની રજુઆત પૈકી ૧૫ પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અતુલકુમાર બંસલ અને નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.