હરે કૃષ્ણ મંદિરમાં અષાઢી બીજના પ્રસંગે થયેલ ભવ્ય રથ યાત્રાની ઉજવણી
આષાઢી સુદ બીજના પ્રસંગે, તા. 20 જૂન 2023, મંગળવારના રોજ, હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાન શ્રી શ્રી રાધા
માધવની ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મંદિર દ્વારા આ રથ યાત્રા છેલ્લા 9 વર્ષોથી આયોજન કરવામાં આવે છે.
આષાઢી સુદ બીજના પ્રસંગે, તા. 20 જૂન 2023, મંગળવારના રોજ, હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાન શ્રી શ્રી રાધા
માધવની ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મંદિર દ્વારા આ રથ યાત્રા છેલ્લા 9 વર્ષોથી આયોજન કરવામાં આવે છે.
હરે કૃષ્ણ મંદિરમાં આ ઉત્સવની શરૂવાત જય જગન્નાથ, બલદેવ, સુભદ્રાના મંત્રોચાર સાથે શ્રી શ્રી રાધા માધવના વિશેષ શૃંગાર દર્શન સાથે થયો. શ્રી જગન્નાથ, બલદેવને મનભાવતા ખાદ્યપદાર્થોનો વિશેષ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો અને તે પછી તેને ભક્તોમાં વહેંચવામાં આવ્યું હતું. સંપૂર્ણ મંદિર વિભિન્ન પ્રકારના ફૂલોથી સુસજ્જિત કરવામાં આવ્યું હતું.
દિવસ દરમિયાન મંદિરના ભક્તો દ્વારા શ્રી જગન્નાથ, બલદેવ અને સુભદ્રા ભગવાનના ભજન અને કીર્તન કર્યા હતા.
ઉત્સવના ભાગરૂપે, ભગવાન શ્રી જગન્નાથ, બલદેવને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા અને વિશેષ રથમાં મંદિરના નજીકના વિસ્તારોમાં એક ભવ્ય સવારી પર લઇ જવામાં આવ્યા.હજારો ભક્તોએ ભગવાન જગન્નાથના પવિત્ર નામનો ઉચ્ચારણ કર્યો અને હર્ષોલ્લાસ સાથે રથ ખેંચ્યો હતો. સંપૂર્ણ રથયાત્રાના માર્ગમાં ભક્તોને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું. હરિનામ સંકીર્તનમાં બધા જ ભક્તો લિન થઇને આનંદથી નાચી રહ્યા હતા.
પવિત્ર ગ્રંથો જણાવે છે 'રથે ચ વામનં દૃષ્ટ્વા પુનર જન્મ ન વિદ્યતે' - જે ભગવાનને રથ પર જુએ છે તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.