સોમનાથ પરીષરમા શનિવારે ભવ્ય શિવ ભજન સંધ્યાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
સોમનાથમાં શ્રાવણ માસને લઈને અનેક સાંસ્કૃતિક કાયક્રમોનું આયોજન થયેલ છે શનિવારે જુનાગઢના સુપ્રસીધ્ધ કલાકારો દ્વારા શિવ સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.
સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટના સહકારથી દર શ્રાવણ માસમાં ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ દ્વારા આખો માસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છ. જેમા તા.૧૦/૮ ને શનિવાર રાત્રે ૮ કલાકે જુનાગઢના રાજુભાઈ ભટ,નિરૂબેન દવે,અવધ ભટ દ્વારા શિવ સંધ્યાનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ભાટીયા ધર્મશાળાના મેદાનમાં સોમનાથ પરીષરમાં આ કાર્યક્રમ વોટરપ્રુફ ડોમ, સોફા, ખુરશી સહીત ની શિવભકતો સ્થાનીકો માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
વર્ષોથી સોમનાથ મહાદેવના સાંનિધ્યામાં શ્રાવણ માસ દીપકભાઈ કકકડ, મીલનભાઈ જાષી, રામભાઈ સોલંકી,પ્રવિણભાઈ ચોહાણ,વિપુલભાઈ રાજા, જેસલભાઈ ભરડા કાર્યક્રમો યોજી રહ્યા છે જેમાં સોમનાથ ટ્રસ્ટ પરીવાર ખુબજ મોટો સહકાર આપી રહેલ છે તેમજ આખા માસ દરમ્યાન જે પણ કાયક્રમો યોજાય છે તેમાં સુપ્રસીધ્ધ કલાકારો સોમનાથ મહાદેવમાં પાર્વતી શ્રી કૃષ્ણ શ્રી રામ સહીત ભગવાન તથા માતાજીના ગુણગાન ગાવા કોઈપણ જાતની આથિક અપેક્ષા રાખ્યા વગરમાં સરસ્વતી પ્રાર્થના કરવા ભાવી પહોચે છે તે આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.