હરે કૃષ્ણ મંદિરના અષ્ટમ પાટોત્સવ ઉત્સવના બીજા દિવસે થયેલ ભવ્ય ઉજવણી
હરે કૃષ્ણ મંદિર,ભાડજ ના અષ્ટમ પાટોત્સવની ઉજવણીમાં ઘણી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
અમદાવાદ : હરે કૃષ્ણ મંદિર,ભાડજ ના અષ્ટમ પાટોત્સવની ઉજવણીમાં ઘણી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ ઉત્સવ ભગવાન શ્રી શ્રી રાધા માધવના હરે કૃષ્ણ મંદિર,ભાડજમાં થયેલ સ્થાપનને આઠ વર્ષ પૂર્ણ થતા આ નિમિત્તે ઉજવાતો ઉત્સવ છે.
આ ઉત્સવ માટે વિશેષ રીતે બનાવેલ પુષ્પવસ્ત્રો અને વિશેષ રુક્મણિ દ્વારકાધીશ અંલકારથી ભગવાન શ્રી શ્રી રાધા માધવને શણગારીને તાજા અને સુંગધીદાર ફુલોથી સુંદર રીતે સજાવટ કરેલ ગજ વાહન, એટલે કે હાથી આકાર નો રથમાં મંદિરની ફરતે સવારી કરાવવામાં આવ્યા. સ્વર્ણરથ ઉત્સવ બાદ ભગવાનશ્રીને શાંત સવારીરૂપે (શોભાયાત્રા) પુષ્પોથી સુશોભિત નાવમાં મંદિરના કુંડમાં વિહાર કરાવવામાં આવ્યો જેને પરંપરાગત રીતે નૌકા વિહાર કહેવામાં આવે છે. પુષ્પોથી સુશોભિત આ કુંડ(તળાવ) રંગબેરંગી પ્રકાશથી ઝળહળી રહ્યો હતો.
આ સુરમ્ય દ્રશ્ય જોતા ત્યાં થોભી જવાની અચુકથી ઈચ્છા થાય. વિવિધ જાતના ખાસ રીતે બનાવેલ પ્રસાદને નૌકાવિહાર દરમ્યાન ભક્તોમાં વહેંચવામાં આવ્યા. નૌકાવિહાર બાદ ભગવાન શ્રી શ્રી રાધા માધવ માટે હરિનામ સંકીર્તન અને ભજન સાથે ભવ્ય હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવ્યો. પાટોત્સવ નિમિત્તે મંદિર ના યજ્ઞશાળા માં ભવ્ય પાટોત્સવ યજ્ઞનો પણ આયોજન કરવામાં આવ્યો હતો.
અમદાવાદની કીર્તિમાં(ગૌરવમાં) વધારો કરતા હરે કૃષ્ણ મંદિર, ભાડજ સમાજમાં સાંસ્કૃતિક, સામાજીક અને આધ્યાત્મિક મૂલ્યોની જાળવળી અને સિંચન કરતું રહેશે.
1- શ્રી પાટોત્સવ યજ્ઞ
2- ગજ વાહન ઉત્સવ – હાથી આકાર નો રથમાંમાં શ્રી શ્રી રાધા માધવને વિશેષ અલંકાર સાથે સવારી કરવામાં આવી
3- નૌકા વિહાર – ભગવાન શ્રી શ્રી રાધા માધવની પ્રસન્નાર્થે એક ખાસ નૌકામાં મંદિરના કુંડમાં વિહાર
4- હિંડોળા ઉત્સવ - ભગવાન શ્રી શ્રી રાધા માધવ માટે હિંડોળા ની સાથે હરિનામ સંકીર્તન અને ભજન સંધ્યાનો કાર્યક્રમ
હરે કૃષ્ણ મંદિર,ભાડજ આપ સૌને તા. 19 એપ્રિલ થી 23 એપ્રિલ, 2023 સુધી ઉજવાઈ રહેલ આ ઉત્સવમાં ભાગ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.