સોમનાથમાં રાત્રે શિવ ભકિત રાષ્ટ્ર વંદનાના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
સોમનાથમાં શ્રાવણ માસને લઈને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયેલ છે સોમવારે રાત્રે કીર્તીબેન અખીયા ગ્રુપ દ્વારા શિવ ભકિત સાથે રાષ્ટ્ર વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં અનેક કલાકારો પોતાના સુર લેરાવશે.
સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટના સહકારથી દર શ્રાવણ માસમાં ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ દ્વારા આખો માસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમા તા. ૧૨/૮ ને સોમવારના રોજ વેરાવળના કીર્તાબેન અખીયા ગ્રુપ દ્વારા શિવ ભકિત સાથે રાષ્ટ્ર વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં કીતીબેન અખીયા, મોહીની પીઠવા,દીપક કટારીયા સહીતના કલાકારો પોતાના સુર લેરાવશે.
ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ભાટીયા ધર્મશાળાના મેદાનમાં સોમનાથ પરીષરમાં આ કાર્યક્રમ વોટરપ્રુફ ડોમ,સોફા,ખુરશી સહીતની શિવ ભકતો સ્થાનીકો માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે વર્ષોથી સોમનાથ મહાદેવના સાંનિધ્યામાં શ્રાવણ માસ દીપકભાઈ કકકડ, મીલનભાઈ જોષી,રામભાઈ સોલંકી,પ્રવિણભાઈ ચૌહાણ,વિપુલભાઈ રાજા,જેસલભાઈ ભરડા કાર્યક્રમો યોજી રહયા છે જેમાં સોમનાથ ટ્રસ્ટ પરીવાર ખુબજ મોટો સહકાર આપી રહેલ છે તેમજ આખા માસ દરમ્યાન જે પણ કાર્યક્રમો યોજાય છે તેમાં સુપ્રસીધ્ધ કલાકારો સોમનાથ મહાદેવમાં પાર્વતી શ્રી કૃષ્ણ શ્રી રામ સહીત ભગવાન તથા માતાજીના તેમજ ૧૫ મી ઓગષ્ટને લઈને દેશ ભકિતના અનેક ગીતો રજુ કરશે કોઈપણ જાતની આર્થિક અપેક્ષા રાખ્યા વગર માં સરસ્વતી પ્રાર્થના કરવા આવી પહોચે છે તો આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લેવા જણાવેલ છે.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.