તિલકવાડાના કામસોલીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત
તિલકવાડા તાલુકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં પહોંચતા કામસોલી ગામે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
રાજપીપલા : તિલકવાડા તાલુકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં પહોંચતા કામસોલી ગામે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહ તડવીએ જણાવ્યું કે, ગામેગામ ભ્રમણ કરી રહેલી સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ છેવાડાના અંતિમ માનવીને યોજનાના લાભ હેઠળ આવરી લઈને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને વિકાસની મુખ્યધારામાં લાવવાનો છે. કામસોલીના ગ્રામજનો પણ સરકારની પ્રજાલક્ષી યોજનાનો મહત્તમ લાભ લે તેઓ શ્રી તડવીએ અનુરોધ કર્યો હતો.
નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખે આ વેળાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે, ગામડું સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ બનશે, માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગામેગામ ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સ્થાનિક ગ્રામજનો પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાનો મહત્તમ લાભ લેવા શ્રીમતી ડો. દેશમુખે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
તિલકવાડા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં આવી પહોંચતા ગ્રામજનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રીએ સમયાંતરે ઓનલાઈન માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને વંચિત લાભાર્થીઓને યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા છે. મેરી કહાની, મેરી જુબાની થીમ હેઠળ કામસોલીના લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાના લાભથી પોતાના જીવનમાં અનુભવેલા સકારાત્મક પરિવર્તનોની અનુભૂતિને ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કર્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરાયા હતાં. ધરતી કહે પુકાર કે થીમ હેઠળ ગ્રામજનોને નુક્કડ નાટક દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ ૩૫૦ થી વધુ ગ્રામજનોએ વિનામૂલ્યે સેવાનો લાભ લીધો હતો. મિલેટ્સમાંથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી નિદર્શન થકી આંગણવાડી કાર્યકર બહેનોએ પણ લોકોને પરંપરાગત આહાર અપનાવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમજી ભીલ, જિલ્લાના અગ્રણી શ્રી વિક્રમભાઈ તડવી, જયેન્દ્રભાઈ પ્રજાપતિ અને અનિરુધસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવદાર શ્રી હનુલ ચૌધરી, તાલુકાના અગ્રણી શ્રી બાલુભાઈ બારીયા સહિત જિલ્લા-
તાલુકાના સભ્યશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે. જાદવ, જિલ્લા પ્રાથમિકશિક્ષણાધિકારી શ્રી જયેશ પટેલ, તિલકવાડા મામલતદાર શ્રી પ્રતીક સંગાડા, તાલુકા વિકાસ અધિકારી શ્રી અતુલભાઈ રાઠવા, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.