દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ વડોદરામાં રોજગાર મેળો યોજાયો
મધ્ય ગુજરાતના ૧૦ જિલ્લામાંથી આશરે ૧૨૫ જેટલા કુલ લાભાર્થીમાંથી વડોદરાના ૩૬ લાભાર્થીઓએ પણ લાભ મેળવ્યો, લાભાર્થીઓએ રૂ. ૭૫૦૦ થી ૧૧,૦૦૦ સુધીના પગારની નોકરી મેળવી
પંડિત દીન દયાલ ઉપાધ્યાય હોલ ખાતે દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત ૨૦૨૩ નો રોજગાર મેળો યોજવામાં આવ્યો હતો. આ રોજગાર મેળાનું સમગ્રલક્ષી આયોજન ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ, ગ્રામ વિકાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત અંતરિયાળ ગામડાઓમાં વસતા તેમજ ગરીબી રેખા હેઠળ રહેતા દરેક યુવાવર્ગ માટે પોતાના કૌશલ્યને આગળ વધારવા માટે અનેકવિધ તાલીમ કોર્સ થકી તેઓને પૂરતી યોગ્ય તાલીમ આપીને રોજગાર માટે સક્ષમ બનાવવા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.
જેમાં ઓટોમોબાઈલ, હોસ્પિટાલિટી, ઇલેક્ટ્રિકલ, વેલ્ડર, રિટેલ સેલ્સ પર્સન, બી.પી.ઓ. વોઇસ તથા નોન વોઇસ સિક્યુરિટી ગાર્ડ, જનરલ ડ્યૂટી આસિસ્ટન્ટ, સ્યુઇંગ મશીન, ઓપરેટર, ફૂડ એન્ડ બેવરેજ સર્વિસીસ, ઇન્સ્યોરન્સ સેલ્સ એસોસિયેટ, બેન્કિંગ સેલ્સ રીપ્રેઝન્ટેટીવ, સીડ પ્રોસેસિંગ વર્કર, ઇમરજન્સી મેડિકલ ટેકનીશીયન, ઇલેક્ટ્રિશીયન ડોમેસ્ટિક, ગ્રીન જોબ્સ તેમજ સોલાર જેવા મોટાભાગના કરિયર સંબંધિત તાલીમ કોર્સ રહેવા અને જમવાની સાથોસાથ વિનામૂલ્યે આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના તમામ યુવક યુવતીઓ લઇ શકે છે. તેમાં લાયકાત મુજબના કોર્સ હોય છે. જેમાં જે તે કોર્સ પૂર્ણ થયા પછી યોજનાના ભાગરૂપે તેઓને રોજગાર મેળા થકી અલગ અલગ કંપનીઓમાં નોકરીની તક પૂરી પાડવામાં આવે છે.
આ રોજગાર મેળામાં વડોદરા જિલ્લાની આસપાસના મોટાભાગના અલગ અલગ જિલ્લાઓ જેવા કે નર્મદા, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિત ૧૦ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપીને રોજગાર મેળાનો લાભ લીધો હતો. જેમાં આશરે ૧૨૫ જેટલા કુલ લાભાર્થી હતા. જેમાંથી ૩૬ જેટલા લાભાર્થી ફકત વડોદરા જિલ્લામાંથી આવ્યા હતા.
ઉપસ્થિત મહેમાનોને ભેટ રૂપે સ્વસહાય જૂથ થકી બનાવવામાં આવેલ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટે પ્રાસંગિક ઉદબોધનમાં સફળતા પ્રાપ્ત કરવા બદલ દરેક લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ આજનો દરેક યુવાવર્ગ આત્મનિર્ભર અને પગભર બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં લાભાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે પોતાનો અભિપ્રાય અને અનુભવ રજૂ કરવા માટે વિશેષ સમય આપવામાં આવ્યો હતો. જેમાં ૨ લાભાર્થીઓના વાલીઓએ પોતાની ભાવના લાગણીસભર રીતે વ્યક્ત કરતાં સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી મીતા જોષી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોક પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અશ્વિન પટેલ, નિલેશકુમાર પુરાણી, શ્રી મૂળરાજસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.