સરદાર પટેલ યુનિવર્સિટી તેમજ NCCSD-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ‘ખેતીક્ષેત્ર માટે જળ સુરક્ષા‘ વિષય પર યોજાયો સેમિનાર
રાજ્ય સરકારના દૂરંદેશી આયોજનના પરિણામે અગાઉના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પણ સિંચાઇની સુવિધા અને જળાશયોની સંગ્રહ ક્ષમતા વધી છે: રાઘવજી પટેલ
સરદાર પટેલ યુનિવર્સિટીના એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર તેમજ નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઈમેટ ચેન્જ, સસ્ટનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશિપ-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વોટર સિક્યુરિટી ફોર એગ્રીકલચર એટલે કે ‘ખેતીક્ષેત્ર માટે જળ સુરક્ષા‘ વિષય પર રાષ્ટ્રીય કક્ષાના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતેથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ આ સેમિનારમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
મંત્રી શ્રી રાઘવજી પટેલે સેમિનારનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં પાક ઉત્પાદન માટેની પ્રાથમિક જરૂરિયાત જમીનમાં ભેજનું પ્રમાણ છે. આ ભેજ વરસાદ કુદરતી રીતે આપે છે, જ્યારે સિંચાઇ વ્યવસ્થા તેમાં પૂરક રહે છે. ખેતી અને સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા કરવી, તે માટેના વિવિધ પાસાઓને આવરી લઇ આગોતરું અને આયોજનબદ્ધ કામ કરવું તે અત્યારના સમયની માંગ છે, જેથી આ વિષય પર ચર્ચાઓ થવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
મંત્રી શ્રી પટેલે તેમના વિચારો રજૂ કરતાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ગત કેટલાક વર્ષો દરમિયાન વરસાદ સારો રહ્યો છે. રાજ્ય સરકારના દૂરંદેશી આયોજનના પરિણામે અગાઉના કચ્છ, બનાસકાંઠા અને અમરેલી જેવા દુકાળગ્રસ્ત વિસ્તારો પણ હવે નિયમિત વરસાદ પ્રાપ્ત કરે છે. જેના પરિણામે ગુજરાતમાં આજે સિંચાઇ સુવિધા વધી છે. રાજ્યના જળાશયોની સંગ્રહ ક્ષમતા વધારી છે અને અત્યારે મોટાભાગના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી ઉપલબ્ધ છે. આ ઉપરાંત નર્મદા કેનાલથી પણ સિંચાઇ વ્યવસ્થા વધુ સદ્રઢ બની છે. આવા વિવિધ કારણોસર રાજ્યમાં કૃષિ ઉત્પાદનનો વૃદ્ધિદર સારો રહ્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દેશના આગામી અમૃતકાળમાં ગુજરાતના ખેડૂતોની આવક આવી જ રીતે ઉત્તરોત્તર વધતી રહે તે માટે અત્યારે પડકાર ઝીલવાનો સમય છે. ગુજરાતના ખેડૂતો વર્ષે એક પાકની જગ્યાએ ત્રણ પાક લઈ શકે તેવી સુદ્રઢ વ્યવસ્થાઓ ઊભી કરીને ખેડૂતોને તૈયાર કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગ્લોબલ વોર્મિંગ જેવા પરિબળોના કારણે વાતાવરણમાં પણ વિવિધ બદલાવો આવી રહ્યા છે.
આવા પડકારોને ઝીલવા તેમજ ભવિષ્યને વધારે સુરક્ષિત કરવા માટે હજુ પણ કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓ લેવાના બાકી છે. હવામાન વરતારાની સમજ, ખેતરમાંથી બિનજરૂરી પાણીનો નિકાલ, માર્ગદર્શન સેમીનાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો મહત્તમ ઉપયોગ, ટ્રેંચ પદ્ધતિ, ડ્રિપ ઇરીગેશન પદ્ધતિનો ઉપયોગ અને તેના લાભ અંગે ખેડૂતોને માહિતગાર કરવા જેવા વિવિધ અગત્યના મુદ્દાઓ પર આ સેમિનારમાં ચર્ચાઓ કરવા મંત્રી શ્રી પટેલે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત કેનાલના પાણીથી જમીનની ખારાશ ઉપર આવતા તેની ખેતી પર અસર અને ભૂતળમાં ખારાશ વધવાથી બોરવેલના પાણીમાં પણ ખારાશનુ પ્રમાણ વધવા જેવી ગંભીર સમસ્યાઓ પર કાર્યશાળામાં વિસ્તૃત ચર્ચા કરી તેના ઉપાયો શોધવા તેમણે જણાવ્યું હતું.
આ સેમિનારમાં જળ સંપત્તિ વિભાગના અગ્ર સચિવ ડો. મનીષ ભારદ્વાજ, NCCSDના કાર્યકારી અધ્યક્ષ ડો. કિરીટ શેલત, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલ અને રજીસ્ટ્રાર ડો. ભાઈલાલભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ "ડિજિટલ ગુજરાત" હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "ડિજિટલ ઇન્ડિયા"ના વિઝનને અનુરૂપ હતું. રાજ્યએ સુશાસન દિવસ પર પરિવર્તનકારી હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલી) પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ કનેક્ટિવિટી વધારવા અને ટેકનોલોજી દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.
રાજસ્થાનના બે મહિનાના શિશુએ અમદાવાદ, ગુજરાતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) માટે સકારાત્મક પરીક્ષણ કર્યું, જે રાજ્યનો પ્રથમ નોંધાયેલ કેસ છે. સરવરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયેલ બાળક સારવાર હેઠળ છે.
ભારતીય માનક બ્યુરો - બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.