અમદાવાદ ખાતે આઈક્રેટેજી દ્વારા ૧૦૦ જેટલા ડ્રગ ખાતા ના અધિકારી માટે લીડરશીપ કાર્યેક્રમ યોજાયો
ફાર્માસ્યુટીકલ કન્સલટનસી, આઈક્રેટેજી સોલ્યુશન [ iCretegy Solution] ના ફાઉન્ડર અને સીઈઓ અલ્પેશ પટેલ અને એફડીસીએ [FDCA] ગુજરાતના કમિશ્નર શ્રી હેમંત કોશિયાના નેતૃત્વ હેઠળ અમદાવાદ ખાતે ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના અધિકારીઓ માટે લીડરશિપ વર્કશોપ યોજાયો હતો.
ફાર્માસ્યુટીકલ કન્સલટનસી,આઈક્રેટેજી સોલ્યુશન [ iCretegy Solution] ના ફાઉન્ડર અને સીઈઓ અલ્પેશ પટેલ અને એફડીસીએ [FDCA] ગુજરાતના કમિશ્નર હેમંત કોશિયાના નેતૃત્વ હેઠળ અમદાવાદ ખાતે ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના અધિકારીઓ માટે લીડરશિપ વર્કશોપ યોજાયો હતો. જેનો મુખ્ય ધ્યેય ઇન્ટિગ્રીટી હતો. જેમાં રાજ્યભરમાંથી વર્ગ - ૧ અને વર્ગ-૨ ના ૧૦૦થી વધારે અધિકારીઓ હાજર રહ્યા હતા. આઈક્રેટેજી સોલ્યુશન દ્વારા આ વોલિયેન્ટરી સર્વિસ આપવામાં આવી હતી જેમાં એફડીસીએના ૧૧ જેટલા અધિકારીઓએ ૧૧ જેટલા અલગ અલગ વિષયો પર મોટિવેશનલ પ્રેઝન્ટેશન કર્યું હતું.
સૌ પ્રથમવાર એફડીસીએ દ્વારા આવા લીડરશીપ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપથી અધિકારીઓના મોરલ અને સ્પિરીચ્યુઅલ લેવલમાં વધારો થશે અને આના થકી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીમાં મદદરૂપ થશે અને રાજ્યના નાગરિકોને સારી સેવા મળશે.
આવનારા સમયમાં આઈક્રેટેજી સોલ્યુશન દ્વારા આવા અનેક પ્રકારના પ્રેરણાત્મક લીડરશીપ વર્કશોપો ગવરમેન્ટ માટે યોજવાનો પ્રયાસ કરવામાં આવશે. તદુપરાંત આઈક્રેટેજી અને એફડીસીએના અધિકારીઓ દ્વારા સ્વૈચ્છિક નાણાંભંડોળ પણ એકત્ર કર્યું જે અમદાવાદના વસ્ત્રાપુર બ્લાઇન્ડ એસોસિયેશનને આપવામાં આવેલ છે .
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.