રાજપીપળાની કોમર્સ કોલેજમાં કેન્સર નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી પર વિષય પર વ્યાખ્યાન યોજાયુ
ઇલાબેન વોરાને થયેલા કેન્સરની સંવેદનામાંથી અન્ય લોકોને પણ કેન્સર ના થાય અને લોકોની જીવનશૈલી બદલાય તે માટે તેમને પોતાનું જીવન કેન્સરની જાગ્રૃતિ માટે વ્યતિત કરવાનું નક્કી કર્યું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળાની રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજમાંકોલેજના ઇચા આચાર્ય ડો હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ અધ્યાપિકા કિંજલબેન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને અમદાવાદની શસંજીવની લાઇફ બીઓન્ડ ધી કેન્સરના સંયોજક ઈલાબેન વોરાના વ્યાખ્યાનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઇલાબેને પોતે કેન્સરને હરાવ્યુ છે અને કેન્સરની હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે . વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવન શૈલી કેળવાય અને કેન્સર પ્રત્યે જાગૃતિ આવે તે માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ભાગ લીધો હતો.
ઇલાબેને સંજીવની સંસ્થા કેન્સર માટેની ભારતની સૌ પ્રથમ સમગ્રલક્ષી સંસ્થા હોવાનું જણાવી કેન્સરના કારણો તેનું નિવારણ અને તે માટેની કાળજી અને કેન્સરના દર્દીઓ સાથેનો અન્ય વ્યક્તિઓનો વહેવાર તેમજ આધુનિક જીવનશૈલીની કેટલીક કુટેવો- આધુનિક પ્રણાલીઓ વગેરે વિષયોને આવરી લઈને વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવન શૈલી કેળવાય અને તે માટેની જાગૃતિ આવે તથા કેન્સર માટે આધુનિક સમયમાં પ્લાસ્ટિકનો વાપર ઉપયોગ -અન્ય કુટેવો અન્ય વ્યસનો- અન્ય જીવનશૈલી કેવી રીતે કારણભૂત બને છે એ બાબતોની વિશદ ચર્ચા કરી આજના આધુનિક સમયના ફાસ્ટ ફૂડમાં કેન્સરને થવાના કારણભૂત તત્વો વિશે વિગતે ચર્ચા કરી હતી. વિચાર પ્રક્રિયા જેવી બાબતો પણ શરીર ઉપર કેવી અસર કરે છે અને કુપોષણ શ્વાસોશ્વાસ વગેરે બાબતે સભાનતા કેળવવા સૌને આગ્રહ કર્યો હતો.
કેન્સરના જાત અનુભવમાં કેવી પીડા- કેવી વેદનાઓ રહેલી છે તે સંવેદન સભર રીતે પોતાનો અનુભવ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યો હતો. પોતાને થયેલા કેન્સરની સંવેદનામાંથી અન્ય લોકોને પણ કેન્સર ના થાય અને લોકોની જીવનશૈલી બદલાય તે માટે તેમને પોતાનું જીવન કેન્સરની જાગ્રૃતિ માટે વ્યતિત કરવાનું નક્કી કર્યું હતું. અને આથી જ ગુજરાતના ભુજ થી માંડી છેક વલસાડ સુધી તેઓ આ માટે જાગૃતિ ફેલાવી રહ્યા છે.
સાથે સાથે અમદાવાદની સંજીવની લાઇફ બી ઓન ધી કેન્સર જેવી સામાજિક સંસ્થામાં સંયોજક તરીકે કાર્યરત છે અને કેન્સર હોસ્પિટલમાં પણ પોતાની સેવા આપી રહ્યા છે સાથે તેમને નર્સિંગનો વ્યવસાય એ અર્થોપાર્જનની સાથે સેવા રૂપ વ્યવસાય બની રહે છે તે વિશે વિગતે ચર્ચા કરી હતી. ગ્લોબો કેન સંસ્થાના સર્વેના 2018 ના આંકડાને ટાંકતા તેઓએ જણાવ્યું હતું કે ભારતમાં વર્ષ 2018માં 11લાખ ઉપરાંત નવા કેસ હતા અને લગભગ 8,00,000 જેટલો કેન્સરથી મૃત્યુનો આંક હતો.
આમ કેન્સર પોતાના ભરડાનો વ્યાપ વધારી રહ્યો છે તેનું મૂળભૂત કારણ આધુનિક જીવન શૈલી છે અને આથી જ આજના સમયમાં જીવનશૈલી બદલવાની ખૂબ જરૂર છે. સમગ્ર સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપિકા કિંજલબેન ત્રિવેદી એ કર્યું હતું તથા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર હિતેશ ગાંધીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું..
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.