તિલકવાડાનાં વાડિયા ગામમાં એક વર્ષીય વાછરડીને દીપડાએ ફાડી ખાતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો
થોડા સમય પહેલા રોઝાનાર ગામ ત્યારબાદ વંઢ ગામે દીપડાએ પાડીનો શિકાર કરવાની ઘટના બની હતી ત્યારબાદ દાજીપુરા ગામે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યાની ઘટના બાદ હાલ વધુ એક ઘટનાથી લોકો થથરી રહ્યા છે.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વાડિયા કાલાઘોડા ગામે રાત્રિના સમય દરમિયાન જંગલી દીપડાએ ઘર નજીક બાંધેલી એક વર્ષીય વાછરડીનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
ઉલ્લેખની એ છે કે તિલકવાડા તાલુકા માં ઘણા એવા વિસ્તાર છે જ્યાં જંગલી જાનવરો વસવાટ કરે છે અને અવાર નવાર આ જંગલી જાનવરો પશુઓ ઉપર હુમલો કરવાની ઘટના પણ વધી રહી છે, હાલ થોડા સમય પહેલા રોઝાનાર ગામે અને ત્યારબાદ વંઢ ગામે દીપડાએ પાડી નો શિકાર કરવાની ઘટના બની હતી ત્યારબાદ દાજીપુરા ગામે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યાની પણ ઘટના બની હતી. હાલ વધુ એક ઘટના સામે આવી છે જ્યાં તિલકવાડા તાલુકાના વાડિયા ( કાલાઘોડા) ગામે રહેતા ઉકેડભાઈ શંકરભાઈ બારીયા જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓના ઘર નજીક બાંધેલી એક વર્ષીય વાછરડીને ગત રાત્રિના સમય દરમિયાન દીપડાએ શિકાર કરીને ફાડી ખાધી હતી.
આ વિસ્તાર એવો છે જ્યાં ખેડૂતો ખેતી કરતા હોય છે અને દિવસ હોય કે રાત ખેડૂતોને ખેતરમાં અવર જવર કરવી પડે છે ત્યારે આ ઘટનાને પગલે આ વિસ્તારના લોકોમાં ડર જોવા મળ્યો છે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ છે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જાણો ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.