ગરબાડાના ટુંકીવજુના કાંકોલ ફળિયામાં શિકારની શોધમાં આવેલો દીપડો આખરે પાંજરે પુરાયો
ગામ નજીક છુપાયેલો દીપડો આખરે પકડાયો
દિપક રાવલ દાહોદ: ગરબાડા તાલુકાના ટૂંકીવજુના કાકોલ ફળિયામાં અવારનવાર દીપડાએ ગામના દસ્તક દેતા ગામ લોકોમાં ભયનો માહોલ સેવાયો હતો. દીપડો અવારનવાર ફળિયામાં તથા ઘરમાં ઘુસી આવી બકરાનો શિકાર કરતો હોવાની રજૂઆત ટૂંકીવજુ ગામના સરપંચ દ્વારા ગરબાડા ફોરેસ્ટ વિભાગને કરાઈ હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખીને, નાયબ વન સંરક્ષક બારીયા, આર એમ પરમારનાં માર્ગદર્શન હેઠળ ગરબાડા ફોરેસ્ટર એમ એલ બારીયા સહિતની ફોરેસ્ટ ટીમ દ્વારા ટૂંકીવજુના કાકોલ ફળિયામાં મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યુ હતુ. જેમા આજરોજ શિકારની શોધમાં આવેલો દીપડો પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા દીપડાને રેસ્ક્યું સેન્ટર જાંબુઘોડા ખાતે મોકલી આપવામા આવેલ છે. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.