આહવા સિવિલ હોસ્પિટલમાં સુવિધાના અભાવોને લઈને રાજ્યનાં આરોગ્ય મંત્રીને સંબોધીને ડાંગ કલેક્ટરને આવેદનપત્ર
સમાજવાદી ક્રાંતિવીરોએ ગુજરાતના આરોગ્ય મંત્રી અને ડાંગ કલેકટરને પત્ર લખીને આહવા સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવને ઉજાગર કર્યો છે. પત્રમાં જણાવાયું છે કે હોસ્પિટલની અવગણનાની હાલત છે અને પરિણામે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.
(સુશીલ પવાર)ડાંગ: ડાંગ જિલ્લાનાં આહવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી અને સુવિધાનાં અભાવને કારણે દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ત્યારે સિવિલ હોસ્પિટલનાં અનેક મુદ્દાઓને લઈને યુનિટી સમાજવાદી ક્રાંતિવીરો લેખિતમાં આવેદનપત્ર આપ્યુ હતુ.
આહવા સિવિલ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં જોવા મળી રહી છે.તેમજ આહવા હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે દર્દીને પોતાની જાન ગુમાવવાનો વારો પણ આવ્યો છે.આહવા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે.પરંતુ સુવિધાઓનાં અભાવને કારણે દર્દીઓએ હાલાકી ભોગવવી પડી રહી છે.ભારતીય બંધારણ કલમ આધારે અનુચ્છેદ 47 ભાગ નં.4 જેમાં સ્પષ્ટપણે લખવામાં આવેલ છે કે,આરોગ્યના સુધારા માટે સરકારએ કડક પગલા લાવીને પોતાની ફરજ પાડવા જરૂરી છે.
હોસ્પિટલમાં પાર્કિંગ સિડ્યુલ નથી, પૂર્ણ ડોક્ટરો નથી,સારી રીતે સાફસફાઇ નથી, હોસ્પિટલમાં દર્દીઓ માટે સારી ખાદાખોરાકની વ્યવસ્થા નથી,સમયસર ડોક્ટરો હાજર રહેતા નથી જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો હેરાન પરેશાન થાય છે.ત્યારે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સીટી સ્કેન, M.R. I.,ચામડીના ડોક્ટર,કુતરા કરડે તેના માટે ઇજેક્શનની વ્યવસ્થા,M.D.ડોકટર,ફિજીશન ડોક્ટર,હાડકાનો ડોકટર,PCV બ્લડ,R.D.O. લોજી વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવે તે માટે યુનિટી સમાજવાદી ક્રાંતિવીરો દ્વારા ગુજરાત આરોગ્ય મંત્રીને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેન્સરના દર્દીઓને, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સફળ ટેબ્લો પાછળની ટીમ સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી, જ્યાં તેમણે રાજ્ય સાંસ્કૃતિક પ્રદર્શનમાં ત્રીજું સ્થાન મેળવવા બદલ અભિનંદન આપ્યા
ડાંગ જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યાં યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુ:ખદ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 35 થી વધુ લોકો ઘાયલ થયા હતા.