તિલકવાડા નાં રેંગણ ગામમાં જુગાર પર રેડ દરમિયાન નાશભાગમાં એક શખ્સ નદીમાં કૂદી જતા લાપતા
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલાં રેંગણ ગામે પોલીસે શુક્રવારે રાત્રે જુગાર પર છાપો મારતા ત્યાંથી બે જુગારીઓ પકડાયા હતા જ્યારે એક જુગારી ત્યાંથી નાશી ગયા બાદ પોલીસે તેનો પીછો કરતા નાસભાગ દરમિયાન ગભરાયેલ આ વ્યક્તિ નદીમાં કૂદી ગયો હોવાનું જાણવા મળતાં પોલીસે ઘણી શોધખોળ કરી છતાં આજે શનિવારે બીજા દિવસે પણ એનો ક્યાંયે પત્તો નહી લાગતા પોલીસે એન. ડી.આર.એફ ની ટીમ બોલાવી હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા નાં રેંગણ ગામે જુગારધામ પર પોલીસે રેડ કરતા ત્યાં જુગાર રમતા માણસો પૈકી (૧) ન્યાજમહમંદ નુરખાન દાયમા રહે. રેંગણ,દાયમા ફળિયું,(૨) રોહીતભાઇ રાજેશભાઇ વસાવા, રહે.રેંગણ,(૩) અજયભાઇ નરસિંહભાઇ વસાવા રહે. રહે.રેંગણ ને પોલીસે ઝડપી લીધા બાદ તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૫૧૦/- તથા દાવ ઉપરના રૂ. ૨૨૦/- મળી જુગારના રોકડા રૂ. ૧૦,૭૩૦/- મળી આવેલ તથા બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/- તથા એક બેટરી કિંમત રૂ.૩૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૨૧,૦૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે આ રેડ માં (૪) નરેન્દ્રભાઇ રમેશભાઇ વસાવા રહે. રેંગણ(૫) જયેશભાઇ કાંતિભાઇ વસાવા રહે.રેંગણ,(૬) ફકીર મહમંદ હેતમખા દાયમા રહે.રેંગણ અને (૭) ગુડ્ડુ ઉર્ફે ગુરૂચરણસિંહ રહે. તિલકવાડા નાઓ ભાગી જતાં તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.
- જોકે જાણવા મળ્યા મુજબ વોન્ટેડ આરોપી માના ફકીર મહમંદ હેતમખા દાયમા રહે.રેંગણ નાઓ પોલીસ ને જોઈ ભાગતા હતા ત્યારે પોલીસ પણ પાછળ દોડતી હોય તેઓ નદીમાં કૂદી ગયા હોવાની વાત જાણવા મળી છે અને પોલીસ શુક્રવાર રાત થી શનિવારે સાંજ સુધી આ લાપતા વ્યક્તિની શોધખોળ કરી રહી છે છતાં કોઈજ પત્તો નહી મળતા હવે એન. ડી.આર.એફ ની ટીમ બોલાવી હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં નદી કિનારે મોટી સંખ્યમાં લોકટોળા એકઠા થયા હતા અને પોલીસ વિરૂદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.