જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ
આ બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી રચનાત્મક સૂચનો કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં સુધારો-વધારો લાવવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૌને આપીલ કરાઈ હતી.
રાજપીપલા : નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર
કચેરીના સભાખંડ ખાતે સવારે ૧૧-૦૦ કલાકે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંગભાઈ તડવી, નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ અને સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહીને પ્રશ્નોના કાયમી ઝડપી નિકાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ દ્વારા ખાણખનીજ, આરોગ્ય વિષયક બાબતો, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં ફાળવાતી ગ્રાન્ટ અને તેનો ઉપયોગ, ખેડૂત ખાતેદારોના આકસ્મિક મૃત્યુ સમયે ચૂકવાતી વીમા સહાય, ગરૂડેશ્વર એપીએમસીનો પ્રશ્ન, સોલાર રૂફટોપ, કુટિર યોજના, પીએમ કુસુમ, સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની જોગવાઈ, અન્ન અને નાગરિક પુરવઠા તેમજ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આઉટ સોર્સિંગ સ્ટાફની ભરતી જેવી બાબતો અંગે રજૂ કરેલા પ્રશ્નો મુદ્દે વિગતવાર અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરી રચનાત્મક સૂચનો કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં સુધારો-વધારો લાવવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૌને આપીલ કરાઈ હતી.
જિલ્લા સંકલનની બેઠક દરમિયાન ચૂંટણી સંબંધિત મતદાન મથકોમાં દિવ્યાંગ મતદાતાઓ અને વયોવૃદ્ધ મતદાતાઓ માટે રેમ્પ બનાવવા અંગે પણ સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ બીજી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
સંકલન સહ ફરિયાદ નિવારણની બેઠક બાદ જિલ્લામાં આગામી સમયમાં લાગૂ થનારા સ્વચ્છતા અભિયાન અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. સાથે આ અભિયાન લાગુ થતાં જ સરકારી કચેરીઓ, જાહેર સ્થળો, જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગોની આસપાસ સફાઈ થાય અને યોગ્ય જાળવણી થવા સાથે સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, નાયબ વન સંરક્ષકશ્રી મિતેશ પટેલ(સામાજિક વનિકરણ), નાંદોદના પ્રાંત અધિકારીશ્રી ડો. કિશનદાન ગઢવી, દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી ડી.આર.સંગાડા સહિત સંબંધિ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.