રાજીવગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મિડિયા ડિપાર્ટમેન્ટની બેઠક યોજાઇ
ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત લોકોના પ્રશ્નોને વાચા આપવાનો વર્ષભર તાલુકે તાલુકે ચાલવાનો સફળ કાર્યક્રમ "જનમંચ" ના પ્રચાર પ્રસાર બાબતે અગત્યની ચર્ચા અને પ્રવક્તાશ્રીઓ અને મીડિયા પેનલિસ્ટોના સૂચનો લઈને આગામી રણનીતિ ઘડવામાં આવી હતી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં મીડિયા ડિપાર્ટમેન્ટની એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અને કર્ણાટક વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ના મીડિયા પ્રભારી શ્રી રોહન ગુપ્તા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર પ્રવક્તા શ્રી મનીષ દોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે વિવિધ વિષયોને અનુરૂપ સંબોધિત કરી હતી.
મીડિયા ડિપાર્ટમેન્ટની આ બેઠકમાં ગુજરાતની પ્રજાના પ્રાણ પ્રશ્નો અને તે બાબત મીડિયા થકી ઉજાગર કરવાની કટિબદ્ધતા, કર્ણાટકા ચૂંટણી 2023 તથા ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત લોકોના પ્રશ્નોને વાચા આપવાનો વર્ષભર તાલુકે તાલુકે ચાલવાનો સફળ કાર્યક્રમ "જનમંચ" ના પ્રચાર પ્રસાર બાબતે અગત્યની ચર્ચા અને પ્રવક્તાશ્રીઓ અને મીડિયા પેનલિસ્ટોના સૂચનો લઈને આગામી રણનીતિ ઘડવામાં આવી હતી.
આ બેટકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી અશોક પંજાબી, મહામંત્રી શ્રી નઇમ મિર્ઝા, ઓબીસી ડિપાર્ટમેન્ટના, ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ ગઢવી, એસ.સી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી હિતેન્દ્ર પીઠડીયા અને પ્રવક્તા શ્રી હિરેન બેંકર, શ્રી પાર્થિવરાજ કઠવાડિયા, શ્રીમતિ રત્નાબેન વોરા, શ્રી નાગજી દેસાઈ સહિત મીડિયા પેંલિસ્ટશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી