નર્મદાનાં પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષપદે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
ગુજરાત રાજયના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષપદેરાજપીપલા કલેક્ટરાલય ખાતે નર્મદા જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
રાજપીપલા : ગુજરાત રાજયના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષપદેરાજપીપલા કલેક્ટરાલય ખાતે નર્મદા જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગત
વર્ષની જિલ્લા આયોજન મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપ્યા બાદ વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૩-૨૪ના મંજૂર થયેલા વિકાસ કામોની સમીક્ષા કરી સને ૨૦૨૪-૨૫ના વિવેકાધિન (તાલુકા કક્ષા), પ્રોત્સાહક, નગરપાલિકા અને જિલ્લા કક્ષાની જોગવાઈઓના આયોજન, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીના કામોની સમીક્ષા સાથે ચર્ચા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સને ૨૦૨૪-૨૫ના વિવેકાધિન કામોના જોગવાઈઓના આયોજન અનુસાર ગરૂડેશ્વર તાલુકામાં રૂા. ૧૨૫ લાખની જોગવાઈમાં રૂા. ૧૩૧.૦૮ નું આયોજન, તિલકવાડા તાલુકામાં રૂા.૧૫૦ લાખની જોગવાઈમાં રૂા. ૧૫૦.૨૮ નું આયોજન, દેડિયાપાડા તાલુકામાં રૂા.૧૫૦ લાખની જોગવાઈમાં રૂા. ૧૭૪.૨૧ નું આયોજન, સાગબારા તાલુકામાં રૂા.૧૫૦ લાખની જોગવાઈમાં રૂા.૧૫૦.૨૮ નું આયોજન અને રાજપીપલા નગરપાલિકામાં રૂા. ૨૫ લાખની જોગવાઈમાં રૂા. ૨૫.૦૦ નું આયોજન કરાયું છે. નર્મદા જિલ્લાની સરાહનીય કામગીરી કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતાં. અને નવા હાથ ધરાયેલા અને પ્રગતિ હેઠળના વિકાસ કામો ઝડપથી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરૂં પાડવાની સાથે મંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યાં હતા. ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા મળતી ગ્રાન્ટને સમયસર ઉપયોગ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં ભરૂચ સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંગભાઈ તડવી, ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને નગરપાલિકા-તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાયોજન વહિવટદાર શ્રી હનુલભાઈ ચૌધરી, જિલ્લા આયોજન અધિકારીશ્રી શશાંક પાંડે સહિત જિલ્લા આયોજન મંડળના સભ્યશ્રીઓ ઉપરાંત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉક્ત બેઠક દરમિયાન જિલ્લા આયોજન અધિકારીશ્રી શશાંક પાંડેએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં હાથ ધરાનારા વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી પુરી પાડી હતી.
કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PM મોદીનું વિકાસ ભારત 2047 વિઝન ભારતના વિકાસ માટે પરિવર્તનશીલ માર્ગ નક્કી કરે છે, જેમાં ગુજરાત તેની અસાધારણ સિદ્ધિઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવે છે.