જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ
શાળાના બાળકોને લાવવા-લઈ જવા ઉપયોગમાં લેવાતા તમામ વાહનોને કોમર્શિયલમાં તબદીલ કરવા
અને રોડ સેફ્ટીના નિયમોની ચુસ્ત અમલવારી કરવા ઉપર ભાર મૂકાયો.
રાજપીપલા : નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગો ઉપર રોડ સેફ્ટી કમિટી દ્વારા ઓળખ કરવામાં આવેલા બ્લોક સ્પોટ અંગે આર.ટી.ઓ. વિભાગ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. ઓળખ કરાયેલા અકસ્માત ઝોન હોય તેને દૂર કરવાના યોગ્ય પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. રાજપીપલાથી અંકલેશ્વરને જોડતા હાઈવે પર ભચરવાડાના કટને બદલીને અન્યત્ર શિફ્ટ કરવા અંગેની ચાલી રહેલી વિચારણા અંગે પણ વિસ્તૃતમાં માહિતી આપી વૈકલ્પિક કટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લામાં હાલ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે ત્યારે શાળાના બાળકોને લાવવા-લઈ જવાની સુવિધા આપતા વાહનચાલકો અને શાળા સંચાલકો સાથે થયેલા પરામર્સ તેમજ રોડ સેફ્ટીના નિયમોને વાહન ચાલકો અનુસરે તે માટે થઈ રહેલી કામગીરીનો પણ ચિતાર આપ્યો હતો. જેમાં નવી પોલીસી મુજબ બાળકોનું વહન કરતા વાહનોને કોમર્સિયલ વ્હીકલમાં ફેરવવા, જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા વાહનોનું ટ્રાફિક નિયમન અને સેફ્ટી અંગે સલામતી સુરક્ષા જેવી બાબતો પર ભાર મૂકયો હતો.
સાથોસાથ ચોમાસુ સિઝનમાં રોડ-રસ્તાની આજુબાજુમાં રહેલા વૃક્ષોનું ટ્રિમીંગ કરવા પણ જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. હિટ એન્ડ રનની જિલ્લાકક્ષાની કમિટીની યોજાયેલી બેઠકમાં ઈન્સ્યોરન્સ કંપનીના રિપ્રેઝન્ટેટીવ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટનામાં ભોગ બનનારના પરિવારને ઝડપી મદદરૂપ થઈ શકાય તે માટે કરવાની થતી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લામાં કુદરતી આપત્તિના કિસ્સામાં ઝડપી સહાયની ચૂકવણી કરવા અને દુઃખી પરિવારોને સમયસર મદદરૂપ થવા ઉપર ભાર મૂક્યો હતો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.
અમરેલીમાં મોર્ચોથી ભરેલી આઈસર ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. નવીનતમ સમાચાર, ઘટનાની સંપૂર્ણ વિગતો અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો વાંચો.