જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ અને નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ સમિતિની ઠરાવ મુજબ બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા પંચાયત સંચાલિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સમયાંતરે જિલ્લા કલેકટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ફાઇલ પર મળેલી મંજૂરી અન્વયે આજે સાંજે-૫-૩૦ કલાકે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આ સમિતિમાં સમાવિષ્ટ સભ્યોની હાજરીમાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક મળી હતી.
રાજપીપલા : નર્મદા જિલ્લા પંચાયત સંચાલિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સમયાંતરે જિલ્લા કલેકટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ફાઇલ પર મળેલી મંજૂરી અન્વયે આજે સાંજે-૫-૩૦ કલાકે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આ સમિતિમાં સમાવિષ્ટ સભ્યોની હાજરીમાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પાણી જન્ય રોગોની સમીક્ષા, જંતુવાહક રોગોની સમીક્ષા નગરપાલીકા વિસ્તારમાં કલોરીનેશન કામગીરીની સમીક્ષા પીવાના પાણીના સેમ્પલ બેકટ્રોલોજીકર ચકાચણી અંગેની ચર્ચા તથા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા તથા પાણી પુરવઠા દ્વારા અપાતા પીવાના પાણી અને વાસ્મો દ્વારા ગ્રામ સમિતિઓ દ્વારા કલોરીલેશનની કામગીરી, ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઇન લિકેજ-વાલ્વ લિકેજ જેવી બાબતોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે સિકલસેલ ટ્રેૃસીંગ કામગીરી તથા પી.એન.ડી.ટી.ની પણ ચર્ચા કરાઇ હતી અને સબંધિત વિભાગોને આ અંગેની કામગીરીને પ્રાથમિકતા આપી પુરતુ ધ્યાન રાખવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢક તથા આરોગ્ય વિભાગના સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક બાદ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ સમિતિના અધ્યક્ષશ્રી જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અને લોક જાગૃતિ કેળવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
સામાન્ય ઠંડીની શરૂઆત થયા વિના નવેમ્બરનો અડધો સમય પસાર થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં હવામાનની પેટર્નમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે
કોંગ્રેસના ગનીબેન ઠાકોરના રાજીનામાને પગલે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે