નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષપદે હાથીપગા રોગ નિર્મુલન કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે હાથીપગા રોગ નિર્મુલન અંગે તાજેતરમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રસ્તૂત કરાયેલા સંપૂર્ણ પ્રેઝન્ટેશનને નિહાળીને વિભાગ સાથે સંબંધિત આરોગ્ય અધિકારીઓ- કર્મચારીઓ તેમજ તબીબોને કેટલાંક રચનાત્મક સૂચના કર્યા હતા.
રાજપીપલા : નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે હાથીપગા રોગ નિર્મુલન અંગે તાજેતરમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રસ્તૂત કરાયેલા સંપૂર્ણ પ્રેઝન્ટેશનને નિહાળીને વિભાગ સાથે સંબંધિત આરોગ્ય અધિકારીઓ- કર્મચારીઓ તેમજ તબીબોને કેટલાંક રચનાત્મક સૂચના કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પન્નુએ હાથીપગા રોગ નાબૂદી સંદર્ભે દવાઓની યોગ્ય વિતરણ વ્યવસ્થા ગોઠવવા સાથે જિલ્લાના નાગરિકોને રોગ વિશે માહિતગાર કરવા માટે બહોળા પ્રચાર- પ્રસાર પર વિશેષ ભાર આપ્યો હતો. આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે.ઓ.માઢક અને જિલ્લા એપેડેમિક અધિકારીશ્રી ડો. આર.એસ.કશ્યપે રોગના વિસ્તરણ અંગેની ઝીણવટપૂર્ણ માહિતીથી સંબંધિત વિભાગોના અધિકારી-કર્મચારીઓને માહિતગાર કર્યા હતા. વધુમાં સામુહિક દવા વિતરણ અભિયાન અંગે પણ ચર્ચા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રોગમાં સામાન્ય રીતે શરૂઆતમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી પરંતુ લસીકાતંત્રને તે ખુબ નુકસાન કરે છે. તાવ, પીડા અને શરીરના અસરગ્રસ્ત ભાગમાં લાલાશ આવવુ તે લક્ષણો છે. ચેપ લાગ્યાના ૬ થી ૮ વર્ષ બાદ પગમાં સૂજન, લસીકા વાહિનીઓ ફૂલી જવી તેમજ હાઈડ્રોસીલ જોવા મળવી તેના હઠીલા લક્ષણો છે.
સામાન્ય રીતે માનવ શરીરમાં દાખલ થયેલા ફાઈલેરીયાનો પરોપજીવી પુખ્ત કૃમિઓ માઈક્રો ફાઈલેરીયાને (સૂક્ષ્મ કૃમિઓ) જન્મ આપે છે. જે ચેપ ધરાવતા વ્યક્તિની રક્ત વાહિનીઓમાં દાખલ થાય છે. આવી વ્યક્તિને મચ્છર કરડે તેમજ મચ્છરે ચૂસેલા લોહીમાં રહેલા માઈક્રો ફાઈલેરીયાની ૧૨ દિવસની અંદર વૃધ્ધિ થાય અને અન્ય વ્યક્તિને પણ ચેપ લાગી શકે છે.
ફાઈલેરીયાનું જોખમ ધરાવતા વિસ્તારોમાં ૫-૬ વર્ષ સુધી દર વર્ષે એકવાર ફાઈલેરીયા વિરોધી દવાનો સીંગલ ડોઝ, ડાયઇથાઈલકાર્બામેઝીન (ડી.ઈ.સી.) અને આલ્બેન્ડાઝોલ એ બે દવાઓ સામુહિક રીતે ગળાવવામાં આવે ઉપરાંત મચ્છર ન કરડે તેની કાળજી રાખવી અતિ આવશ્યક છે.
"ગાંધીનગરના સરગાસણમાં MKC ટાવરમાં 20 એપ્રિલ, 2025ના રોજ ભીષણ આગ લાગી, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો અને અફરાતફરી મચી. ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી આગને કાબૂમાં લીધી. વધુ જાણો આ ઘટના વિશે."
"ડાંગ-સાપુતારા ઘાટ પર મીઠાના સરઘસ માટે જઈ રહેલો ટેમ્પો પલટી જતાં ૧૩ લોકો ઘાયલ. અકસ્માતનું કારણ, સારવાર અને નવીનતમ અપડેટ્સ જાણો. કીવર્ડ્સ: ડાંગ અકસ્માત, સાપુતારા ઘાટ, ટેમ્પો પલટી ગયો."
"નર્મદાના પીપલોદ ગામમાં ભત્રીજા મહેશ વસાવાએ કાકી રમીલાબેનની બિભત્સ માંગણી ન સ્વીકારવા પર ગળું દબાવી હત્યા કરી. આ ચોંકાવનારી ઘટનાની સંપૂર્ણ વિગતો, પોલીસ તપાસ અને સમાજ પરની અસર વાંચો."