ગંગેટ ગામે તીક્ષણ હથીયારના ઘા કરી આધેડ ખેડૂતની હત્યા, ગામમાં ભયનો માહોલ
ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે હત્યાની ઘટના બનતા ચાણસ્મા સહિત પંથકમાં ચક્ચાર મચી જવા પામી છે.
ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે હત્યાની ઘટના બનતા ચાણસ્મા સહિત પંથકમાં ચક્ચાર મચી જવા પામી છે જેની હકીકત એવી છે કે ચાણસ્માના તાલુકાના ગંગેટ ગામે ઠાકોર વાસમાં રહેતા ઠાકોર કાનાજી જગા જી ઉ.વ. ૫૮ રહે. ગંગેટ ચાણસ્મા જિ. પાટણ, તેમના સરા વાળા ખેતરમાં ધઉંના પાકને પીયત કરવા ગયા હતા. બીજા દિવસે સવાર સુધી ઘરે નહી આવતા મૃતકના નાના દિકરા રણજિતજી કાનાજી ખેતરે તપાસ કરવા ગયા હતા. તે દરમિયાન તેમના પિતાજી કાનાજી ઠાકોર તેમના ખેતરમાં એરંડાના ઢગલા પાસે ખાટલામાં લોહી લુહાણ હાલતમાં પડેલા જોતા ગભરાઇ ગયેલા મૃતકના દિકરાએ તેમના પરિવાર સહિત ચાણસ્મા પોલિશને ઘટનાની જાણ કરતા ચાણસ્મા પોલિશ ઘટના સ્થળે દોડી આવી હતી.
ગંગેટ ગામે તીક્ષણ હથીયાર દ્વારા કરાયેલ આધેડ ખેડૂતની હત્યાની ઘટનાની જાણ ચાણસ્મા પોલિશને થતા ચાણસ્મા પી આઈ. એસ. એફ ચાવડા સહિત પોલિશ કાફલો ઘટના સ્થળે દોડી આવી લાશ નું પંચનામું કરી લાશ નું પી એમ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
૧ વર્ષ પહેલા ગામ ના ઇસમ દ્વારા મૃતક કાનાજી ઠાકોરે ભાગથી વાવેતર કરેલ રાયડાનો તૈયાર મોલ સળગાવી દિધો હતો તે જ ઇસમે મૃતકના નાના દિકરા રણજિતજીને તારા ઘરના ગમે તેને મારી નાખીશ તેવી ધમકી મળી હતી.
મૃતક કાનાજી ઠાકોર ને ત્રણ પુત્રો (૧) લક્ષમણજી કાનાજી (૨) રમતુ જી કાનાજી ( ૩ ) રણજિતજી અને એક દિકરી (૪) સીતા બેન મળી ચાર સંતાનો છે જે પૈકી નાના દિકરા રણજિતજી એ જણાવ્યુ હતુ કે અમારા ગામના ઠાકોર ભરતજી વેચાતજીએ ગયા વર્ષે અમારો રાયડાનો તૈયાર મોલ સળગાવી માર્યો હતો અને ગઈ કાલે જ ભરતજી વેચાતજી એ તારા ઘરમાંથી એકને મારી નાખીશ તેવી ધમકી આપી હોવાથી (૧) ભરતજી વેચાતજી (ર) પિતા વેચાત જી કુંવરજી (3) કેશર બેન વેચાતજી (૪) ઠાકોર હેમતાજી મણાજી (પ) લાલાજી મણાજી એ મારા પિતાજીની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી.
ગંગેટ ગામની સીમમાં બનેલી આધેડ ખેડૂતની હત્યા કેસની તપાસ કરતા ચાણસ્મા પોલિશ અધિકારી એ ઘટના અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ઘટના સ્થળે પહોંચી ઘટનાની વિગતો મેળવી લાશનું પી એમ કરી મૃતકના દિકરા પાસે થી મળેલ હકીક્ત જેવી કે ૧ વર્ષ અગાઉ ગામના ઠાકોર ભરતજી વેચાત જીએ રાયડાનો તૈયાર મોલ સળગાવ્યો હતો અને બે દિવસ પહેલા ભરતજીએ મૃતકના દિકરાને તારા ધરના એ વ્યક્તિને મારી નાખીશ તેવી ધમકી આપતા અને ફરીયાદી એ ઠાકોર ભરતજી વેચાતીજીએ તેમના પતિની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી ફરીયાદ દાખલ કરતા હાલ ઠાકોર ભરતજી વેચાતજીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.