જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ધોકડવા ગામે રાત્રીસભા યોજાઈ
કલેક્ટર રાત્રીસભામાં ગ્રામજનોના ગૌચર દબાણ, રોડ-રસ્તા, પાણી, જર્જરિત ટાકો, પંચાયત ઘર, બસ સ્ટેન્ડ, આંગણવાડી,પીજીવીસીએલ સહિતના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતાં અને ઉકેલ લાવવા જણાવ્યું હતું.
ગીર સોમનાથ :ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર ગ્રામજનોના દ્વાર સુધી પહોંચી તેમના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામની આહીર સમાજની વાડી ખાતે રાત્રીસભા યોજાઇ હતી. કલેક્ટરશ્રીએ રાત્રીસભામાં ગ્રામજનોના ગૌચર દબાણ, રોડ-રસ્તા, પાણી, જર્જરિત ટાકો, પંચાયત ઘર, બસ સ્ટેન્ડ, આંગણવાડી,પીજીવીસીએલ સહિતના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતાં અને ઉકેલ લાવવા જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, નાગરીકોને પડતી મુશ્કેલીઓ અને ગૌચર, ગંદકી સહિતના પ્રશ્નોની રજૂઆતો પર પૂરતું ધ્યાન આપી તેનું હકારાત્મક નિરાકરણ આવે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કાર્ય કરી રહ્યું છે. ગામ લોકોની મળેલી રજૂઆતો બાબતે કલેકટરશ્રીએ ગામનો વિકાસ થાય તે દિશામાં પારદર્શક રીતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્ય કરવામાં આવશે તેમજ ગ્રામજનો પણ સંકલન રાખીને ગામનો વિકાસ થાય તે દિશામાં કાર્ય માટે તંત્રને સહયોગ આપે તેમ વધુમાં ઉમેર્યું હતું
રાત્રી સભા પૂર્ણ થયા બાદ સ્થળ પર જ જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોની રજૂઆતોનો ઉકેલ ત્વરિત રીતે આવે તે માટે અધિકારીશ્રીઓ સાથે બેઠક કરીને સંબંધિત વિભાગને કાર્યવાહી કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.
આ રાત્રી સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર, ઉના ધારાસભ્ય શ્રી કે.સી.રાઠોડ, ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભગવતીબેન સાંખટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપરકર, અધિક નિવાસી કલેકટર શ્રી રાજેશભાઈ આલ, ઉના પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણીયા, ગીર ગઢડા મામલતદાર શ્રી ગૌતમભાઈ વાળા સહિતના સંબંધની વિભાગના અધિકારીશ્રીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતમાં નકલી અધિકારીઓ પર કાર્યવાહી કરવાના સતત પ્રયાસમાં, અમદાવાદ પોલીસે મેહુલ શાહની ધરપકડ કરી છે, જે એક IAS અધિકારી હોવાનો આરોપ છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.