ડેન્ગ્યુનાં વાવર ટાણે રાજપીપળાની એક ખાનગી લેબમાં ખોટા રિપોર્ટ અપાતા હોવાની બૂમ : પગલાં જરૂરી
સરકારી આંકડા મુજબ ગત એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં જિલ્લામાં કુલ આઠ ડેન્ગ્યુનાં કેસ નિકળ્યા, રાજપીપળાની એક ખાનગી લેબોરેટરીની ડોકટરો સાથે સાઠગાંઠ હોય તે ડેન્ગ્યુનાં ખોટા રિપોર્ટ આપી દર્દીઓને છેતરતા હોવાની બૂમ.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલમાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે તેવામાં નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડ્યા બાદ રોગચાળોનાં ફાટે એ માટે આરોગ્ય વિભાગ તકેદારી લઈ રહ્યું છે પરંતુ હાલમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ડેન્ગ્યુનાં દર્દીઓ નિકળતાં આરોગ્ય વિભાગે તેનો સર્વે પણ શરૂ કર્યો છે.
સરકારી આંકડા મુજબ ગત એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં જિલ્લામાં ડેન્ગ્યુનાં આઠ દર્દીઓ સામે આવ્યા છે.આ સરકારી લેબોરેટરીનાં ટેસ્ટ મુજબ છે પરંતુ અમુક ખાનગી લેબનાં રિપોર્ટ ખોટા બનતા હોવાની બૂમો પણ સંભળાઈ રહી છે જેમાં રાજપીપળામાં આવેલી એક ખાનગી લેબોરેટરીમાંથી ડેન્ગ્યુ ટેસ્ટનાં લગભગ બધા રિપોર્ટ પોઝિટિવ બતાવવામાં આવે છે અને અમુક ડોકટર સાથે સાઠગાંઠ કરી તગડી કમાણી થઈ રહી હોવાની બૂમ ઉઠવા પામી છે ત્યારે જો આ વાત માં થોડું પણ તથ્ય હોય તો આરોગ્ય વિભાગે આવી લેબની સામે પગલાં લઈ કડક કાર્યવાહી કરવી બને છે.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીમાં માત્ર આઠ ડેન્ગ્યુનાં પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા છે ત્યારે ખાનગી લેબનાં રિપોર્ટ મુજબ તો ખાસ કરીને રાજપીપળા શહેરમાં અનેક દર્દીઓ ડેન્ગ્યુ પોઝીટીવ નિકળ્યા હશે ત્યારે આવા ખોટા રિપોર્ટ બનાવી તગડી કમાણી કરવાનો આશય રાખતા તત્વો જો તપાસ બાદ કસૂરવાર ઠરેતો નિયમ મુજબ આવી લેબ સામે કડક કાર્યવાહી કરી સિલ મારવી જોઈએ તેવું સ્થાનિક આગેવાનો નું માનવું છે.
જોકે આ ખાનગી લેબ ખોટા રિપોર્ટ બનાવે છે એ મુદ્દે અમે આરોગ્ય નાં એક અધિકારી સાથે ચર્ચા કરી તો તેમને ઓફ ધ રેકોર્ડ આ વાતને સાચી બતાવી જણાવ્યું કે અમારી પાસે પણ આ લેબની ફરિયાદો આવી છે માટે અમે આ માટે તપાસ કરી જરૂરી પગલાં લઈશું.પરંતુ અમે ડેન્ગ્યુ કે અન્ય કોઈપણ મોટા રોગમાં ખાનગી રિપોર્ટ માન્ય નથી રાખતા અને અમે દર્દી ને સરકારી દવાખાનામાં જ રિપોર્ટ કરાવવા જણાવીએ છીએ.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી