આંકલાવ તાલુકાના ગંભીરા સ્થિત સરદાર પટેલ ન્યુટ્રિ સ્માર્ટ સ્કૂલ ખાતે પોષણ માસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેના થકી લોકોને જીવનમાં પોષણનું મહત્વ સમજાવી પોષણ વિશે જાગૃત કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત આંકલાવ તાલુકાના ગંભીરા સ્થિત સરદાર પટેલ ન્યુટ્રિ સ્માર્ટ સ્કૂલ ખાતે ન્યુટ્રિશન ઈન્ટરનેશન, શાળા સંચાલન મંડળ, આઈ.સી.ડી.એસ. તથા આરોગ્ય વિભાગના સહયોગથી પોષણ કાર્યક્રમ યોજાયો હતો.
આણંદ : રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેના થકી લોકોને જીવનમાં પોષણનું મહત્વ સમજાવી પોષણ વિશે જાગૃત કરવામાં આવે છે.
આણંદ જિલ્લામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત આંકલાવ તાલુકાના ગંભીરા સ્થિત સરદાર પટેલ ન્યુટ્રિ સ્માર્ટ સ્કૂલ ખાતે ન્યુટ્રિશન ઈન્ટરનેશન, શાળા સંચાલન મંડળ, આઈ.સી.ડી.એસ. તથા આરોગ્ય વિભાગના સહયોગથી પોષણ કાર્યક્રમ યોજાયો હતો.
આ શાળાના વિદ્યાર્થીઓ " પોષણ ભી પઢાઈ ભી “ થીમ મુજબ શિક્ષણ લઈ રહ્યા છે અને બાળકો પોષણ શિક્ષણ લઈ ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી પોષણ વિશે વધુ જાગૃત થાય છે. આ કાર્યક્રમ દરમિયાન પોષણ માસની થીમ એનીમિયા 'ટેસ્ટ, ટોક અને ટ્રીટમેન્ટ' વિષયક વકતૃત્વ સ્પર્ધા તથા પોષણ સંબંધિત વિષય પર પોસ્ટર હરિફાઇ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે. ની ટિમ દ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી આયર્ન ફોલિક એસિડની ગોળીઓ અને આયર્ન યુક્ત આહાર વિશે સમજ આપવમાં આવી હતી.
આઈ.સી.ડી.એસ.ના આશા વર્કર બહેનો અને કિશોરીઓ દ્વારા પુર્ણા શક્તિ તથા મિલેટ્સમાંથી બનતી વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા વિના મૂલ્યે આપવામાં આવતા બાલશક્તિ, પૂર્ણા શક્તિ અને માતૃશક્તિને રોજિંદા આહારમાં લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. ના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર શ્રી શૈલેષ વસાવા, મુખ્ય સેવિકાશ્રી જયશ્રી બેન, ડિસ્ટ્રિક્ટ પ્રોજેકટ આસિસ્ટન્ટશ્રી સાગર પ્રજાપતિ ન્યુટ્રિશન ઈન્ટરનેશલના પ્રોજેકટ કોઓર્ડિનેટર ડો. અંકિત શર્મા, ડિવિઝનલ કોઓર્ડિનેટર જીતેન્દ્રસિંહ પરમાર, શાળાના આચાર્યશ્રી આશિષ રાવલ તેમજ નોડલ શિક્ષકશ્રીઓ રીંકુબેન, મૈત્રીબેન તથા નીતુબેન, આર.બી.એસ.કે. એમ.ઓ શ્રી શીતલ ભટ્ટ, ડો. જયેશ અને એફ.એચ.ડબલ્યુ. ભાવનાબેન, આશા વર્કર બહેનો, કિશોરીઓ તથા મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.