વેરાવળ ખાતે વિકસિત ભારત @૨૦૪૭ યુવાઓનો અવાજ થીમ પર કાર્યક્રમ યોજાયો
નવી ટેકનોલોજી, નવા આઈડિયા અને નૂતન વિચારો સાથે ભારત વિકસિત ભારત તરફ ઝડપથી આગળ ધપી રહ્યું છે- કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા
ગીર સોમનાથ : કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલી કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ ખાતે 'વિકસિત ભારત @૨૦૪૭: યુવાઓનો અવાજ' કાર્યક્રમ યોજાયો હતો.
કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મત્સ્યવિભાગને સ્વતંત્ર વિભાગ બનાવીને મત્સ્યસંપદા, ઈન્ફાસ્ટ્રકચર ફંડ સહિતની યોજનાઓ માટે અત્યાર સુધીમાં રૂ.૩૭ હજાર કરોડની ફાળવણી કરી છે. ઇસરોના સાથે મળીને નવી ટેકનોલોજીથી કોમ્યુનિકેશનની વ્યવસ્થાઓ વિકસિત કરવામાં આવી રહી છે, જેના ઉપયોગથી ભવિષ્યમાં માછીમારો માટે કોમ્યુનિકેશનનની વ્યવસ્થાઓ વધુ સરળ બનવાની છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નેનો ટેકનોલોજીના ઉપયોગના કારણે આજે નેનો યૂરિયા થેલીઓને બદલે બોટલમાં ખેડૂતોને મળતું થયું છે. ડેરી ઉધોગ સહિતના ક્ષેત્રે ટેક્નોલોજીના ઉપયોગ થકી આજે આપણે આગવું સ્થાન ધરાવતાં થયાં છીએ. મત્સ્યોદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નવા આઈડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સહિયારા પ્રયાસો થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-૨૦૪૭ વિઝનને સાકાર કરવાનું છે.
ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં કેન્દ્રીય મંત્રીશ્રી જણાવ્યું હતું કે, છેલ્લા એક માસથી સમગ્ર ભારતમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' ભ્રમણ કરી રહી છે. જેમાં ડ્રોન નિદર્શન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જન-ધન યોજનામાં ઝીરો બેલેન્સથી ખોલાવેલા ખાતામાં આજે બે લાખ કરોડ રૂપિયા જમા થયા છે. ટેકનોલોજીના આગ્રહી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ડીબીટીના માધ્યમથી લાભાન્વિતોના ખાતામાં નાણાં જમા થઈ રહ્યા છે. આજે ટેકનોલોજીનો ઉપયોગ અને પારદર્શક વહીવટના કારણે ભરતી મેળાઓથી યુવાઓને રોજગારી અને યોજનાના લાભો છેવાડાના લોકો સુધી સીધેસીધા મળી રહ્યા છે.
કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. એન.એચ.કેલાવાલાએ જણાવ્યું હતું કે, યુવાનો દ્વારા ડેરી ઉધોગ, મત્સ્યોદ્યોગ સહિતના ક્ષેત્રે નવા નવા આઈડિયા અને પરિકલ્પનાથી વિકસિત ભારત બને તે તરફ યુવાનો સહિતના લોકોના સહિયારા પ્રયાસોથી ભારત ૨૦૪૭મા વિકસિત બને તે તરફ આગળ વધવાનું છે.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.