આણંદ ખાતે પી.એમ.પોષણ યોજનાના ઑડિટ અંગેની જનસુનાવણી યોજાઇ
નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-૨૦૧૩ હેઠળ કેન્દ્ર પુરસ્કૃત પી.એમ.પોષણ યોજના કાર્યરત છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રોનું સામાજિક ઓડિટ કરવાનુ રહે છે.
નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-૨૦૧૩ હેઠળ કેન્દ્ર પુરસ્કૃત પી.એમ.પોષણ યોજના કાર્યરત છે. નેશનલ ફૂડસિક્યોરિટી એક્ટ-૨૦૧૩ની કલમ-૨૮ની જોગવાઈઓ મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રોનુંસામાજિક ઓડિટ કરવાનુ રહે છે.
જે અંતર્ગત આણંદ જિલ્લાની ૨૨ શાળાઓમાં રાજ્ય સરકારની સ્વાયત સંસ્થા મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીયુટ,અમદાવાદ દ્વારા સોશિયલ ઑડિટ કરવામાં આવ્યું હતુ. પી.એમ.પોષણ યોજના, ગાંધીનગરના સંયુક્ત કમિશ્નરશ્રી કે.એન.ચાવડાના માર્ગદર્શન હેઠળ આણંદની ડી.એન.હાઈસ્કૂલના પ્રાર્થના મંદિર હોલ ખાતે જન સુનાવણી રાખવામાં આવી હતી.
આ તકે સંયુક્ત કમિશ્નરશ્રી કે.એન.ચાવડા દ્વારા શાળા કક્ષાએ પી.એમ.પોષણ યોજનામાં ભોજન બનાવવા માટે પેશગીની રકમમાં ટુંક સમયમાં વધારો કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. તમામ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરતા દરેક બાબતનું યોગ્ય નિકાલ લાવવા જિલ્લા, તાલુકા અને શાળા કક્ષાએ પી.એમ.પોષણ યોજનાનો વ્યાપ વધવાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહાર મળી રહે જેથી શાળાના ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો કરી શકાય તે માટે પહેલ કરવા જણાવ્યું હતું.
આ જનસુનાવણીમાં સોશિયલ ઑડિટ વખતે ધ્યાનમાં આવેલ મુદ્દાઓની તથા શાળા કક્ષાએ પી.એમ.પોષણ યોજનામાં આવતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જે-તે તાલુકાના નાયબ મામલતદાર દ્વારા ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તાલુકા ગોડાઉન ખાતે પી.એમ. પોષણ યોજનાના અનાજના જથ્થાની ગુણવત્તા તપાસણી કરવાનું સૂચવ્યું હતું.
શાળાના આચાર્યશ્રીઓ અને વર્ગ શિક્ષકશ્રીઓને SMART ATTENDANCE SOFTWARE પર નિયમિતપણે પી.એમ.પોષણના લાભાર્થી બાળકોની સંખ્યા ૧૦૦% પૂર્ણ કરવા તથા શાળાકક્ષાએ બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે શાળાના પ્રાંગણમાં ન્યુટ્રીશન ગાર્ડન બનાવી તેમાં સરગવો, ટામેટા તેમજ લીલા શાકભાજી ઉગાડવા અને બાળકોને પ્રોટિન- મિનરલ્સ સભર વાનગી બનાવી પિરસવામાં આવે તેવા સૂચનો આપવામાં આવ્યા હતા, તેમજ આણંદ જિલ્લાની તમામ શાળાઓ પ્લાસ્ટીક
મુક્ત બને અને બાળકો પ્લાસ્ટીક પેકેટવાળા જંક ફૂડ મુક્ત ભોજન લે તે માટે શાળાએ આવતા બાળકોને પેકેટ ફૂડ ન લાવવા તથા શાળામાં પિરસાતા ભોજનનો વધુમાં વધુ બાળકો લાભ લે તે રીતે પર્યાવરણ હિતૈષી કામગીરી કરવા જણાવ્યું હતું. આ જન સુનાવણીમાં જિલ્લા,તાલુકા કક્ષાના તેમજ શિક્ષણ શાખાના અધિકારી- કર્મચારીઓ સહિત શાળાના આચાર્યો, સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી શિવાંગી શાહે જણાવ્યું છે.
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને નૌકાદળના સહયોગી ઓપરેશનમાં, ગુજરાતના પોરબંદરના દરિયાકિનારે ડ્રગનો એક મોટો પર્દાફાશ થયો હતો.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ કૌભાંડને લઈને વ્યાપક આક્રોશ વચ્ચે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોતાનું પહેલું નિવેદન જાહેર કર્યું છે.
અમદાવાદની જાણીતી ખ્યાતી હોસ્પિટલના ડૉક્ટરોની બેદરકારીને કારણે ગાંધીનગરના શેરથા ગામના એક દર્દીએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ હોસ્પિટલ સામે જાહેરમાં આક્રોશ ફરી વળ્યો છે