માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના જોરડીયાળી ગામની સીમમાંથી ભારતીયબનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડાયો
માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના જોરડીયાળી ગામની સીમમાંથી ભારતીયબનાવટના વિદેશી દારૂની પેટી નંગ -૭૮ તથા બોટલ નંગ-૩૦૧૭ કિ.રૂા.૨,૩૮,૯૭૦/- તથા બોલેરો કેમ્પર ગાડી તથામોબાઇલ નંગ-૦૨ તથા રોકડ રકમ સાથે કુલ મુદ્દામાલ-૪,૪૯,૯૭૦/- ના સાથે એક ઈસમને પકડી પાડતી પાલનપુર એલ.સી.બી.
શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા, શ્રી ડી.આર.ગઢવી, પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી.પાલનપુર નાઓના માર્ગદર્શનમુજબ, એલ.સી.બી.સ્ટાફના કામગીરી કરનાર અધિકારીશ્રી અશોકભાઇ,હેડકોન્સ.,LCB ચિરાગસિંહ તેમજ પો.કોન્સ.,એલ.સી.બીમાનસંગભાઇ,પો.કોન્સ.,એલ.સી.પ્રકાશભાઈ,પો.કોન્સ.,એલ.સી.બી. ના માણસો માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મળેલ કે એક બોલેરો કેમ્પર જેના રજી નં-GJ 14 U 6520 વાળીગાડી ભાટકી તરફથી મંડાલી ગામ તરફ જનાર છે જે હકીકત આધારે જોરડીયાળી ગામના કાચા રસ્તે એક ઈસમ સાથે પકડી પાડયો હતો.
જે બોલેરો કેમ્પર જેના રજી નં-GJ 14 U 6520 જેમાં ચાલક ઈસમ મહેન્દ્રકુમાર સ/ઓ ક્રિષ્નારામ જાતે.બીશ્નોઈ રહે.જથ્થૈશ્વરપુરા વિછીવાડી તા.જિ-સાંચોર (રાજસ્થાન) વાળો હોવાનું જણાવેલ અને દારૂ ગે.કા અને વાર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની બોટલો તથા બિયર ટીન મળી કુલ પેટી નંગ-૭૮ બોટલ/ટીન નંગ-૩૦૧૭ કિ.રૂા.૨,૩૮,૯૭૦/- તથા બે એન્ડ્રોઈડ મોબાઈલ કિ.રૂ-૮૦૦૦/-તથા રોકડ રકમ રૂ- ૩000/- તથા બોલેરો કેમ્પર ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- રાખી જે ગે.કા. રીતે હેરાફેરી કરતા પકડાઇ જઇ એમ કુલ કિ.રૂ. ૪,૪૯,૯૭૦/-ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુન્હો કરેલ હોઈ જેઓ વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટનો ગુન્હો નોંધ્યો મુજબ માવસરી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
મૈરિંગો CIMS હોસ્પિટલ અમદાવાદે SSI મંત્ર રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરીને પ્રકારની પ્રથમ પ્રકારની રોબોટ-આસિસ્ટેડ સ્તન કેન્સર સર્જરી કરીને શહેરમાં ક્લિનિકલ શ્રેષ્ઠતામાં અદ્યતન બેન્ચમાર્ક રજૂ કર્યું છે.
રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકા થી વધુ: સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો.
જૂનાગઢમાં ભારે વરસાદને કારણે વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં આસપાસના આઠ ગામોમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આના પરિણામે ખેતીની જમીન તળાવોમાં ફેરવાઈ ગઈ છે અને રસ્તાઓ ડૂબી ગયા છે,