દેડિયાપાડા ખાતે તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ
દેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન વસાવાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.
દેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન વસાવાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમ કચેરી દ્વારા બાળકોને લગતી વિવિધ યોજનાઓ અને કાયદાઓની વિસ્તૃતમાં માહિતી મેળવી તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ બાળ અધિકારોનું હનન ન થાય તે સુનિશ્ચિત કરવા અંગે બાળ સુરક્ષા સમિતિ ની ફરજો અને ભૂમિકાની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની બેઠક ગ્રામ્ય કક્ષાએ નિયમિત કરવામાં આવે અને બાળકોને વધુમાં વધુ યોજનાકીય લાભો મળે તે અંગે આશ્રમ શાળા, પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળા, કોલેજોમાં પ્રચાર-પ્રસાર થકી માહિતગાર કરવામાં આવે તેમ ઉમેરી વધુમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ બાળકને લગતી યોજનાઓ અને કાયદાઓનો અમલીકરણ વધુ સારી રીતે થાય તે જોવા સમિતિના સભ્યોને સુચારુ સલાહ સૂચનો આપ્યા હતા.
બેઠકમાં સભ્ય સચિવ તાલુકા વિકાસ અધિકારીશ્રી સેજલબેન સંગાડા, જિલ્લા બાળ સુરક્ષા એકમ - નર્મદાની ટીમ, દેડીયાપાડાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી હેમાંગીનીબેન ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષાણાધિકારીશ્રી રામસિંગભાઈ રાઠવા અને ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના પ્રતિનિધિઓ સહિત સંબંધિત ગામના સરપંચશ્રીઓ-સભ્યશ્રી, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,