રાજ્યમાં વર્ષ ૨૦૨૨થી નવેમ્બર- ૨૦૨૪ સુધીમાં રેકોર્ડ બ્રેક અંદાજે ૮૮ કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા
ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનના માધ્યમથી ૬૦ લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ. આધાર, PAN, વિદ્યાર્થી આઈ.ડી., રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન- ઓન (SSO) સિસ્ટમ વિકસાવી.
પ્રવર્તમાન સમયમાં અદ્યતન ઈન્ટરનેટ અને ટેકનોલોજીના ઉપયોગના પરિણામે આજે તમામ પ્રકારની માહિતી ઈન્ટરનેટ જગતના માધ્યમથી નાગરિકોના આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. જન કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના નાગરિકોને સરળ અને ઝડપી પહોચાડીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુશાનની હરહમેંશ અનુભૂતિ કરાવવામાં આવે છે. જેના ફળશ્રુતિરૂપે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૨ થી નવેમ્બર- ૨૦૨૪ સુધીમાં અંદાજે ૮૮ કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા છે.
જ્યારે વિવિધ વિભાગોમાંથી સરેરાશ માસિક ૦૫ કરોડ અને દરરોજ સરેરાશ ૨૨ લાખ જેટલી આધાર ઓથેન્ટિકેશનની અરજી પર સફળતાપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૮ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૨ કરોડ તેમજ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ૪૮ કરોડ, એમ કુલ ૮૮ કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ રાજ્યભરમાં નોંધાયા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ભારત’ના સ્વપ્નને રાજ્ય સરકાર ‘ડિજિટલ ગુજરાત’ થકી સાકાર કરી રહી છે. આ ડિજિટલ ગુજરાતના મંત્રને ચરિતાર્થ કરવા ગુજરાતના વિવિધ વિભાગો દ્વારા લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર- DBT માધ્યમથી સહાય ચૂકવવાના ઉમદા આશયથી વર્ષ ૨૦૨૨થી ૨૪ સુધીમાં રાજ્યની ૦૯ વિભાગોની ૨૦૦થી વધુ યોજનાઓની નોંધણી કરવામાં આવી છે.
ઓથેન્ટિકેશનના વેરિફિકેશનને વધુ સચોટ બનાવવાના ઉમદા હેતુથી ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન બનાવવામાં આવી હતી. જેના પરિણામે રાજ્યમાં નાણાકીય વર્ષ ૨૦૨૨થી નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ફેસ ઓથેન્ટિકેશનની એપ્લિકેશનના માધ્યમથી ૬૦ લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ છે.
રાજ્યના નાગરિકો બહુવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઓનલાઈન ઘરે બેઠા લઇ શકે તે માટે સિંગલ સાઈન ઓન એપ્લિકેશન બનાવામાં આવી છે. નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન- ઓન (SSO) સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ આધાર, PAN, વિદ્યાર્થી આઈ.ડી., રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી આગવી ઓળખ બનાવે છે. જે સરકારી સેવાનો લાભ લેવા આંતર વિભાગો સાથે સુરક્ષિત ડેટા કેપ્ચર- શેયર કરશે.
આ સિસ્ટમ થકી રાજ્યની સરકારી સેવાઓ- યોજનાઓનો લાભ નાગરિકોને આંગળીના ટેરવે મળી રહ્યો છે. સાથે જ આ પેપરલેસ વર્કના માધ્યમથી સમય અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૧મી સદી વિજ્ઞાનની સદી કહેવાય છે. આ સદીમાં રોટી, કપડા અને મકાનની સાથોસાથ ઈન્ટરનેટ પણ લોકોની મુખ્ય જરૂરીયાત બન્યું છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરતા આપણે કેટલીવાર ‘આધાર ઓથેન્ટિકેશન’ શબ્દ સાંભળ્યો હશે પણ તમને ખબર છે. આધાર ઓથેન્ટિકેશન શું છે ? આધાર ઓથેન્ટિકેશન એ વ્યક્તિની ઓળખને માન્ય કરવાનું એક પ્રક્રિયાત્મક સાધન છે, જેમાં આધાર નંબર, વ્યક્તિના બાયોમેટ્રિક અથવા ડેમોગ્રાફિક વિગતોનો ઉપયોગ કરીને તેમની ઓળખની પુષ્ટિ કરવામાં આવે છે. આ પ્રક્રિયા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા- UIDAI દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે, જે નાગરિકોની વ્યક્તિગત માહિતીની ખરાઈ કરે છે.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૧ ડિસેમ્બરે “વિશ્વ ધ્યાન દિવસ” ને અનુલક્ષીને ગુજરાત રાજ્યમાં ૪૧ જિલ્લાકક્ષાના સહિત નર્મદા જિલ્લામાં શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલાના કેમ્પસમાં ધ્યાન શિબિર યોજાઈ હતી.
ICDS સાગબારાના આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા રિક્રીએશનલ હબ કેલેન્ડરની થીમ મુજબ કિશોરીઓમાં મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી.
સુરત પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો રાત્રિના સમયે એક કારમાં સોનાનો મોટો જથ્થો લઈ જવાના છે. આ બાબતે કામ કરતી વખતે પોલીસે સંબંધિત વિસ્તારમાં નાકાબંધી કરી દીધી હતી. બાદમાં પોલીસે વાહનોની તપાસ કરતાં આ સોનું મળી આવ્યું હતું.