ભુજ તાલુકામાં ગણપતિ ઉત્સવ દરમિયાન ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની
સૂરજપર ગામના સુવર્ણકારો સાથે સંકળાયેલા યુવા કાર્યકરો દ્વારા પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.
મહેશ સોની નખત્રાણા દ્વારા: ભુજ તાલુકાના સૂરજપર ગામના સુવર્ણકામ સાથે સંકળાયેલ યુવા કાર્યકર પરેશ ભાઈ સોની, દીપક ભાઈ હલાઈ, મિલન ભાઈ સોની એ ચંદ્રયાન -૩ની સફળતાથી પ્રેરાઈને ગણપતિ મહોત્સવ દરમ્યાન ચંદ્રયાન-૩ની બનાવેલ પ્રતિકૃતિ અહીં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રતિકૃતિ નિહાળવા તેમજ ગણપતિ મહારાજના દર્શનાર્થે આજુબાજુના કેરા, બળદિયા, નારાણપર સહિતના ગામોના વિશાળ સંખ્યામા ભાવિક લોકો ઉમટી પડે છે.
ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવમાં મહાઆરતી, રાસ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. છેલ્લા 26 વર્ષે થી નવરાત્રી મંડળ ની આગેવાની હેઠળ ઉત્સવ નું સફળતા પૂર્વક આયોજન થઈ રહ્યું છે જેમાં વ્યવસ્થાપક ટ્રસ્ટીઓ દેવસીભાઈ રામજી મુરજી, નારણ ભાણજી, મનજી મેઘજી તથા વાલજી પરબત સહિતના ટ્રસ્ટીઓ તેમજ ગામના યુવાન ભાઈઓ બહેનો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.