ચૂંટણી ખર્ચની ચકાસણી અર્થે રોકાયેલ અધિકારી કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં ખર્ચ નિરીક્ષક તરીકે શ્રી આકાશ જૈનની નિમણૂંક કરવામાં આવી છે. ખર્ચ ઓબ્ઝર્વર શ્રી આકાશ જૈન આણંદ ખાતે આવી ગયા છે. આણંદ કલેકટર કચેરી ખાતે તેમણે ચૂંટણીમાં થતા ખર્ચ માટે નિમણૂંક કરવામાં આવેલા અધિકારી/ કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી.
આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માટેનું મતદાન આણંદ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે આગામી તારીખ ૦૭-૦૫-૨૦૨૪ ના મંગળવારના રોજ યોજાનાર છે.ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં ખર્ચ નિરીક્ષક તરીકે શ્રી આકાશ જૈનની નિમણૂંક કરવામાં આવી છે. ખર્ચ ઓબ્ઝર્વર શ્રી આકાશ જૈન આણંદ ખાતે આવી ગયા છે. આણંદ કલેકટર કચેરી ખાતે તેમણે ચૂંટણીમાં થતા ખર્ચ માટે નિમણૂંક કરવામાં આવેલા અધિકારી/ કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ અને એફએસટી અને એસએસટી ની ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત શ્રી આકાશ જૈન એ આણંદ જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ ચિખોદરા ચોકડી, સામરખા ચોકડી અને ઉમરેઠ ખાતેની આણંદ જિલ્લાની છેલ્લી ચેકપોસ્ટ કે જ્યાંથી પંચમહાલ જિલ્લા તરફથી આવતા વાહનો આણંદ જિલ્લામાં પ્રવેશે છે, તે ચેકપોસ્ટ પર જઈને એફએસટી, એસએસટી ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.વધુમાં તેમણે એફ. એસ. ટી. /એસ. એસ. ટી.ટીમ દ્વારા નિભાવવામાં આવતા રજીસ્ટરની પણ ચકાસણી કરી હતી. આ ઉપરાંત આણંદ ખાતે જુના બસ મથક, નવા બસ મથક અને રેલવે સ્ટેશનની પણ મુલાકાત કરી હતી.
આ વેળાએ તેમની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પંચાલ, ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી શિવાંગી શાહ સહિત અધિકારી - કર્મચારીઓ જોડાયા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.