મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત પર સેમિનાર યોજાશે
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર એક સેમિનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 10 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર એક સેમિનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 10 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવ્યો છે.
સચિવશ્રીએ જણાવ્યું હતું કે આ સેમિનાર એક્શનેબલ સોલ્યુશન્સ એટલે કે કાર્યવાહી કરવા યોગ્ય સમાધાનો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડશે. આ સેમિનાર રોકાણોને આકર્ષિત કરવા અને વિવિધ બિઝનેસિસને સમૃદ્ધ થવા માટે સક્ષમ બનાવવા માટે જરૂરી નીતિગત હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેમિનાર એરક્રાફ્ટ અને આનુષંગિક ઉત્પાદનો તેમજ જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) સેવાઓના વિકાસશીલ ક્ષેત્રો પર વધુ પ્રકાશ પાડશે.
સેમિનારની વિગતો શેર કરતી વખતે તેમણે કહ્યું હતું કે સેમિનારમાં ઉદ્ઘાટન સત્ર હશે અને ત્યારબાદ બે મધ્યસ્થ પેનલ ચર્ચાઓ થશે. પેનલ ચર્ચા-1 ‘ગુજરાતમાં એરોસ્પેસ સિનર્જી: ચાર્ટિંગ ગ્રોથ એન્ડ અનલોકિંગ MRO પોટેન્શિયલ’ વિષય પર થશે, જે ગુજરાતને એરક્રાફ્ટ અને આનુષંગિક ઉત્પાદન, વ્યૂહાત્મક ભાગીદારી અને જ્ઞાનની વહેંચણી (નોલેજ શેરિંગ) અને ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવા માટેના મુખ્ય કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે જરૂરી નીતિ માળખાની રૂપરેખા તૈયાર કરશે. આ ચર્ચા માત્ર વ્યૂહાત્મક આયોજનના પરિણામે ગુજરાતના એરોસ્પેસ ઉદ્યોગ પરની સકારાત્મક અસરો અંગે જ વિચારવિમર્શ નહીં કરે, પરંતુ MRO ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપવા માટે ગુજરાતની વિશિષ્ટ શક્તિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને MRO સંભવિતતાઓને અનલોક કરવાની જરૂરિયાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
પેનલ ચર્ચા-2ની થીમ ‘ગુજરાતના આકાશને ઉન્નત કરવું: એવિએશન હબ સક્સેસ માટે સહયોગી વ્યૂહરચના’ છે. આ પેનલ ચર્ચા વિવિધ પાસાઓને આવરી લેશે, જેમાં સંભવિત સહયોગની ઓળખ, રેઝિલિયન્ટ (સ્થિતિસ્થાપક) એવિયેશન ઇકોસિસ્ટમની રચના, કુશળ પ્રતિભાની માંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ચર્ચા દરમિયાન ઉદ્યોગ અને સરકાર વચ્ચેના જટિલ જોડાણ અંગેની સમજણનો સમાવેશ થાય છે.
જામ ખંભાળીયામાં નકલી CID અધિકારી ઝડપાયો! નકલી આઈકાર્ડ અને લાલ લાઈટ-સાઈરન સાથે રોફ જમાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી. દેવભૂમિ દ્વારકાની આ ચોંકાવનારી ઘટનાની તમામ વિગતો અને તાજા અપડેટ્સ જાણો.
અમદાવાદ પોલીસે શિલ્પા દવે નામની મહિલાને ગિરફ્તાર કર્યા, જેણે આરોગ્ય ખાતામાં નોકરીના ઝાંસે 16 લોકોના 43.5 લાખ રૂપિયા લૂંટ્યા. જાણો સંપૂર્ણ કેસ અને પોલીસની કાર્યવાહી.
"ઉનાળાની ત્રાહિમામ ગરમીએ ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઇડ જેવા ચેપી રોગોને વધાર્યો છે. આર્ટિકલમાં સુરક્ષા અને બચાવની રીતો પર ચર્ચા કરવામાં આવી છે."