વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત સેમિનાર યોજાયો
જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા અપાયું માર્ગદર્શન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં તાંતીવેલા ગ્રામ પંચાયત ભવનનું થયું લોકાર્પણ,ગીર સોમનાથમાં વરસાદની આગાહીના સંદર્ભે ખેતપેદાશની નુકસાની નિવારવા માટે પગલાં લેવા સૂચનો
“World Ocean Day” વિશ્વ મહાસાગર દિવસ ૦૮ જુન ૨૦૨૩ના રોજ Youtube Live પર માર્ગદર્શન અને ઉજવણી કરવામાં આવી. કોલેજ ઓફ ફિશરીઝ, વેરાવળ, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, વેરાવળ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 08-06-2023 સોમવારના રોજ બપોરે 05 વાગ્યે યુ ટ્યુબ પર સેમિનાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત વિષયો જેમાં વિશ્વ મહાસાગર દિવસ મહત્વ, દરિયાઈ સલામતી, ટકાઉ માછીમારી માટેની વ્યવસ્થા, દરિયાઈ મતરસ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે અલગ અલગ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ.
યુ ટ્યુબ લાઈવ ઉપર વિશ્વ મહાસાગર દિવસ અંતર્ગત વિવિધ વિષયો ઉપર વિષય નિષ્ણાતો દ્વારા સફળ પ્રયાસ કરવામાં આવેલ. જેમાં ગુજરાતભરના માછીમાર મિત્રો અને સાગરખેડુ મિત્રોએ આ જીવંત પ્રસારણના માધ્યમથી નિહાળેલ.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રોફેસર કોલેજ ઓફ ફિશરીઝ ડો. કેતન ટાંક દ્વારા વિશ્વ મહાસાગર દિવસ મહત્વ વિષે સુંદર ઉદ્બોધન આપેલ તથા ટકાઉ/સુવ્યવસ્થિત માછીમારી માટેની વ્યવસ્થા વિષે અને માછીમારી દરમ્યાન સમુદ્રની સારસંભાળ વિષય સાથે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રી વિશાલ ગોહેલે પણ દરિયાઈ મત્સ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર તથા વિશ્વ મહાસાગર દિવસ મહત્વ અને શ્રી અમિત મસાણી, થિમેટિક એક્સપર્ટ ફિશરીઝ, રિલાયન્સ ફાઉન્ડેશન આધારિત ટેકનૉલોજી દ્વારામાછીમારી સેવાઓ વિષે જણાવવામાં આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ ગજેરા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સરમણ ભાઈ સોલંકી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજપુરાની ઉપસ્થિતિમાં વેરાવળ તાલુકાના તાતીવેલા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના લોકાર્પણ બાદ ગ્રામ્યજનોના પ્રશ્નોનું સમયસર અને સરળતાથી નિકાલ થશે અને લોકોની સુવિધાઓમાં વધારો થશે.
નોંધનીય છે કે, તાતીવેલા ગામે આઝાદી સમય બાદ જૂના બિલ્ડિંગને દૂર કર્યા બાદ ૨ વર્ષની કામગીરી બાદ આશરે ૧૪ લાખના ખર્ચે નવા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવેલ છે.અહીં ગ્રામ પંચાયત મહિલા સમરસ છે. આ તકે તાંતીવેલા સરપંચ શ્રી ડાઇબેન લખમણભાઇ ચોપડા, ઉપસરપંચ શ્રી ભાનુબેન રવજીભાઈ ગાવડિયા સહિત તમામ સભ્યશ્રીઓ તથા આગેવાનો અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક તા.૦૯.૦૬.૨૦૨૩ થી તા.૧૨.૦૬.૨૦૨૩ દરમ્યાન વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તા.૦૯.૦૬.૨૦૨૩ થી તા.૧૨.૦૬.૨૦૨૩ ના સમયગાળા દરમિયાન ગીર – સોમનાથ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જે બાબતે ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે પગલાં લેવા ખેતીવાડી અધિકારી દ્વારા કરાયો અનુરોધ.
જેમા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોયતો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.અને જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો
તદુપરાંત પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે. એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે લઇ જવાતી પેદાશો શક્યત; આ દિવસો દરમિયાન વાતાવરણનું નિરિક્ષણ કરી ટાળવી અથવા સુરક્ષિત રાખવા અને બિયારણ, ખાતર, વગેરે જેવી ખેત સામગ્રીના ઇનપુટસ ડીલરોએ ગોડાઉન સુરક્ષિત રાખવા પગલાં લેવા. જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી